ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ભાગલા પાડ્યા તેવા એકશનની જરૂર: વિપક્ષી નેતા
કાશ્મીરમાં જવાનોના માાં વાઢવાની બર્બરતાપૂર્વક ઘટના બની રહી છે ત્યારે ભાજપ વાણીનો વ્યભિચાર કરી રહી હોવાનો આક્ષેપ કરતા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકારની આકરી આલોચના કરી છે. ભાજપ અને છજજમાં ઉલટી ગંગા વહી રહી છે. આ લોકો પહેલા કહેતા હતા કે, પ્રમ રાષ્ટ્ર પછી પક્ષ અને છેલ્લે વ્યક્તિ પરંતુ હવે પ્રમ વ્યક્તિ, પછી પક્ષ અને છેલ્લે રાષ્ટ્ર આવી ગયું છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકારને શહીદોના પરિવારની સહેજ પણ પડી ની અને વડાપ્રધાન જુદા જુદા કાર્યક્રમોમાં વેશ પરીધાન બદલીને લાલ પટ્ટો ગળામાં નાંખીને બેશરમીી ફરી રહ્યા છે. તેઓ વેશ, પરિવેશ અને ભાષણ કરવામાં મશગૂલ છે.
વિપક્ષી નેતાએ કાશ્મીરની ઘટના અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન કહેતા હતા કે, મને દેશનો ચોકીદાર બનાવો પરંતુ હકીકતમાં જે સાચા ચોકીદાર હતા તેમના માા પાકિસ્તાને વાઢી નાખ્યા ત્યારે વડાપ્રધાન જાહેરમાં ગળામાં લાલ રંગનું કપડું વીંટીને ઉદઘાટન કરવામાં મશગૂલ હતા, જે શરમજનક છે. વડાપ્રધાને શહીદો માટે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ની જે અત્યંત દુ:ખદ છે. ભાજપ સરકારમાં સંરક્ષણ પ્રધાન ઈન્ચાર્જ છે. સમગ્ર દેશની પ્રજા અજંપામાં મૂકાઈ ગઈ છે. ભાજપ સુરક્ષાને ગંભીરતાી લેતો ની અને પોતાના સિદ્ધાંતો નેવે મૂકીને કાશ્મીરમાં પીડીપી સો સત્તાની લાલચમાં ગઠબંધન કર્યું છે. જેના કારણે કાશ્મીર સળગી રહ્યું છે, સળગતું જાય છે. કેન્દ્ર સરકાર વિદેશ નીતિમાં નિષ્ફળ ગઈ છે. કરોડો રૂપિયાની બોગસ જાહેરાતો આપે છે, બાકીનો સમય વિદેશમાં ફરે છે. તેમને સાચા ર્અમાં રાષ્ટ્રવાદની ચિંતા ની પરંતુ બીજેપી વાદ કરી રહ્યા છે. ભાજપની સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, રાજકીય લાભ માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું નાટક કરવાનું ન હોય, પોતાના માર્કેટિંગ માટે સર્જિકલ સ્ટ્રાઈકનો ઉપયોગ દુ:ખદ છે.