સગર્ભા દ્વારા કેક કાપી ઉજવણી કરી: વિભાગના વડા ડો. કમલ ગોસ્વામી સહિતનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત
વિશ્વભરમાં ૫મી મે એટલે ‘વર્લ્ડ મીડ વાઇફ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલની જનાના વિભાગમાં વર્લ્ડ મીડ વાઈફ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિભાગના વડા ડોક્ટર કમલ ગોસ્વામી સહિત તમામ નર્સિંગ સ્ટાફના લોકો હાજર રહ્યા હતા અને સગર્ભા દ્વારા કેક કટ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજ જનાના વિભાગમાં ‘મીડ વાઇફ ડે’ની ઉજવણી દરમિયાન ડો. કમલ ગોસ્વામી દ્વારા આ દિવસે સગર્ભા દર્દી પાસે કેક કટ કરાવી ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ આ દિવસની મહત્વતા સમજાવવા માટે ઓન સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં ૨૦૧૯થી મીડ વાઇફ લેબ કેર યુનિટની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઓછા જોખમમાં થતી પ્રસૃતી અનુભવી અને જ્ઞાન ધરાવતા નર્સિંગ સ્ટાફ પાસે કરાવવામાં આવે છે. હાલ સુધી જનાના વિભાગમાં ૧૧ મીડ વાઇફ કેર આવેલા છે. જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં ૪૬૧૪ મીડ વાઇફ ડિલિવરી કરવામાં આવી છે. જ્યારે ૧૮૭૯ સગર્ભાને તેની પસંદ પ્રમાણે ડિલિવરી કરવામાં આવી છે. લોટસ ટેકનિક અંતર્ગત ૨૫૦૦ જેટલી ડિલિવરી કરવામાં આવી છે. જેથી બાળકોની નાળ તરત કાપવામાં આવતી નથી. જેથી બાળકોને જરૂરી પોષણ મળી રહે.
વર્લ્ડ મીડ વાઈફ ડે પર જનાના વિભાગમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી. સગર્ભા દ્વારા કેક કાપી દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દર્દીઓને મીડ વાઇફ કેર અંગે વધુને વધુ માહિતગાર કરવામાં આવ્યા હતા.