ઇંગ્લેન્ડ વતી અને પછી આયર્લેન્ડ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ૩૯ વર્ષીય બેટ્સમેન એડ જોયેસ ક્રિકેટની તમામ ફોર્મેટોમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
તેને ટેસ્ટ-મેચ રમવાની ખૂબ ઇચ્છા હતી અને એ ઇચ્છા ૧૫ દિવસ પહેલાં પૂરી થઈ હતી જેમાં આયર્લેન્ડ આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ રમ્યું હતું. આયર્લેન્ડ એ સાથે ૧૧મું ટેસ્ટ-રાષ્ટ્ર બન્યું હતું.
ડબ્લિનમાં જન્મેલા જોયેસે એ ટેસ્ટમાં ૪૭ રન બનાવ્યા હતા. જોકે, ૭૮ વન-ડેમાં તેણે ૨૬૨૨ રન બનાવ્યા હતા જેમાં ૬ સેન્ચુરી અને ૧૫ હાફ સેન્ચુરીનો સમાવેશ હતો. તેણે ૧૮ ટી-ટ્વેન્ટીમાં ૪૦૫ રન બનાવ્યા હતા.
તે ૧૭ વન-ડે ઇંગ્લેન્ડ વતી અને બે ટી-ટ્વેન્ટી ઇંગ્લેન્ડ વતી રમ્યો હતો. બાકીની બધી મેચો તે આયર્લેન્ડ વતી રમ્યો હતો. તેની છમાંથી એક સદી ઑસ્ટ્રેલિયા સામે અને એક પાકિસ્તાન સામે હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com