મેઘમહેર થતાં ઈશ્ર્વરીયા પિકનીક પાર્કનું તળાવ છલોછલ: બપોર બાદ ૨૬ બોટો ઘરેરાટી કરશે
રાજકોટની ભાગોળે આવેલા ઈશ્ર્વરીયા પિકનીક પાર્કમાં પાણીના અભાવે છેલ્લા ઘણા સમયથી બોટીંગ બંધ થઈ જતાં પાર્કની આવકમાં મસમોટા ગાબડા પડયા છે ત્યારે મેઘમહેરી ઈશ્ર્વરીયા પાર્કનું તળાવ પાણીથી છલોછલ ભરાઈ જતા આજ બપોરી જ બોટીંગ શ\રૂ કરવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની ભાગોળે આવેલા માધાપરના ઈશ્ર્વરીયા પિકનીક પાર્કમાં ઉનાળા બાદ તળાવના પાણી સુકાઈ જતાં તળાવમાં રહેલી માછલીઓને બચાવવા માટે પાણીના ટેન્કર ઠાલવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસી પડી રહેલા સતત વરસાદને કારણે ઈશ્ર્વરીયા પાર્કના તળાવમાં પાણીનો વિશાળ જથ્થો આવી ગયો છે. જેના પગલે તંત્ર દ્વારા આજ બપોરી ઈશ્ર્વરીયા પિકનીક પાર્કમાં સહેલાણીઓ માટે પુન: બોટીંગ સુવિધા શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ઈશ્ર્વરીયા પિકનીક પાર્કના આકર્ષણ સમાન બોટીંગ સુવિધા બંધ વાી છેલ્લા ઘણા સમયી પાર્કની આવકમાં મસમોટા ગાબડા પડયા છે અને પાર્કની નિભાવણી માટે તંત્રને વધારાનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ વચ્ચે મેઘરાજાની મહેરબાનીથી તળાવ છલોછલ ભરાઈ જતા આજી ૨૬ બોટ દ્વારા સહેલાણીઓને બોટીંગની મજા કરાવાશે.