પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાવેંત ‘ઓબામા કેર બિલ’ અંતર્ગત શ‚ થયેલી ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર કર્યા હતા તે ‘સ્ટાર્ટઅપ વિઝા’ આપવાનું ફરી શક્ય!: યુએસ ફેડરલ કોર્ટનો ખૂબજ મોટો નિર્ણય
આનંદો…હવે ભારતના યુવાનો માટે અમેરીકામાં સ્થાયી થવાની ઉજ્જવળ તકો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પે સતામાં આવતા વેત ‘ઓબામા કેર બિલ’ અંતર્ગત શ‚ થયેલી ઈમિગ્રેશન સીસ્ટમમાં ધરખમ ફેરફાર કર્યા હતા તે ‘સ્ટાર્ટ અપ વિઝા’ આપવાનું ફરી શ‚ કરાયું છે. યુ.એસ.ફેડરલ કોર્ટનો આ ખુબ જ મોટો નિર્ણય છે.
ટૂંકમાં હવે અમેરિકા ફરી ‘સ્ટાર્ટ અપ’ વિઝા આપશે. તેના માટે અમેરિકાએ ફરી એકવાર ‘લાલ જાજમ’ બિછાવી છે. યુ.એસ. ફેડરલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને કહ્યું કે, બરાક ઓબામા વખતના રુલને અવગણી ન જ શકાય. આથી ‘ઓબામા કેર બિલ’ દ્વારા ઘડવામાં આવેલા ઈન્ટરનેશનલ એન્ટ્રેપ્રેનોર રુલને ફરીથી યથાવત કરી દેવામાં આવે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સતાના સૂત્રો સંભાળતા વેત ‘અમેરીકન ફર્સ્ટ’નો નારો લગાવ્યો હતો. મતલબ કે અમેરીકાના લોકોને જ પ્રથમ નોકરીની તક મળવી જોઈએ. વિદેશીઓને નહીં હવે અમેરિકામાં વિદેશી તજજ્ઞોમાં સૌથી વધુ ભારતીયો છે. અરે, બરાક ઓબામાના તંત્રમાં તો તેમની ટીમમાં સલાહકાર તરીકે સૌથી વધુ ભારતીયો અને તેમાંય ગુજરાતીઓ હતા !!!
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આવતા વેંત તુરંત જ ‘ઓબામા કેર બિલ’ કેન્સલ કરી દીધું તેના અમેરીકાભરમાં તો ઘેરા પ્રત્યાઘાતો પડયા જ. સાથો સાથ ભારતીય સ્કિલ્ડ પ્રોફેશનલોમાં પણ તેમાં અતિ ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા કેમ કે ત્યારપછી અમેરીકામાં ભણતા ભારતીય છાત્રો સ્વદેશ પરત આવવા લાગ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય બાદ ભારતીય છાત્રોને લાગ્યું કે, અમેરીકામાં ભણતર પુરુ કર્યા પછી અમારું શું થશે ? આ સિવાય ત્યાં નોકરી કરતા અસંખ્ય ભારતીયોના ભાવિ પર પણ તલવાર લટકવા લાગી હતી પરંતુ હવે ‘ઘીના ઠામમાં ઘી’ પડી ગયું છે. કેમ કે, યુએસ ફેડરલ કોર્ટે આદેશ આપી દીધો છે.
]તેથી કહી શકાય કે આનંદો… હવે ભારતના યુવાનો માટે અમેરીકામાં સ્થાયી થવાની ઉજ્જવળ તક છે. હવે સ્ટાર્ટઅપ વિઝા આપવાનું શ‚ થયું છે. વિશ્ર્વભરમાં ભારતીય સ્કિલ્ડ પ્રોફેશનલ્સની બોલબાલા છે અને ડિમાન્ડ છે. યુ.એ.ઈ.માં ભારતીય ચાર્ટડ એકાઉન્ટન્ટોની ડિમાન્ડ નીકળી છે કેમ કે ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ત્યાં વેટ (વેલ્યુ એડેડ ટેકસ) લાગુ થઈ રહ્યો છે એટલે તેમની ત્યાં ડિમાન્ડ છે.
આ જ રીતે અમેરીકા જવા માગતા અને ત્યાં સ્થાયી થવા માગતા ભારતીય યુવાનો માટે ફરી ‘સારા દિવસો’ આવ્યા છે કેમ કે યુ.એસ. ફેડરલ કોર્ટ એટલે કે અમેરીકન સુપ્રીમ કોર્ટ. ‘સ્ટાર્ટ અપ વિઝા’ થકી ભારતીય આશાસ્પદ અને કુશળતા પ્રાપ્ત યુવાનોને બિઝનેસ સ્ટાર્ટ અપમાં સારી એવી મદદ મળી રહેશે.