ગુજરાતના શિપ રિસાયક્લિંગ યાર્ડ માટે ખૂબ સારા સમાચાર મળ્યા છે. ગાંધીનગરમાં નેશનલ ઓથોરિટી ઓફ શિપ રિસાયક્લિંગ સ્થાપના કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. ભારતના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ માટે શિપ રિસાયલિંગ એક્ટ, ૨૦૧૯ હેઠળ ડિરેક્ટર જનરલ, શિપિંગ અને ટોચની સત્તા આપવામાં આવી છે.

ગાંધીનગર ખાતે નેશનલ ઓથોરિટી ઓફ શિપ રિસાયક્લિંગ સ્થાપના કરવામાં આવશે. આ નિર્ણયથી ગુજરાતના અલંગમાં સ્થિત શિપ રિસાયક્લિંગ યાર્ડના માલિકોને ફાયદો થશે તેને એશિયાના સૌથી મોટું શિપ બ્રેકિંગ અને શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ નું ઘર માનવામાં આવે છે.

ગાંધીનગરમાં નેશનલ રિસાયક્લિંગ ઓથોરિટીનું કાર્યાલય શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રિસાયલિંગ ઓફ શીપ એક્ટ, ૨૦૧૯ની રિસાયક્લિંગની કલમ ૩ હેઠળ જહાજોના રિસાયક્લિંગ માટે ડિરેક્ટર જનરલ શિપિંગ નેશનલ ઓથોરિટી તરીકે જાહેર કરી છે.

શિપિંગ શિપ રિસાયક્લિંગ વિભાગ શિપ બ્રેકીંગને લગતા તમામ સંચાલન, નિરીક્ષણ અને દેખરેખ કરશે. શિપિંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના વિકાસની દેખરેખ અને પર્યાવરણને અનુકૂળ ધોરણો અને શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં કાર્યરત હિસ્સેદારો માટે સલામતી અને આરોગ્યનાં પગલાંની દેખરેખ રાખશે. શિપ-રિસાયક્લિંગ યાર્ડના માલિકો અને રાજ્ય સરકાર દ્વારા આવશ્યક વિવિધ મંજૂરીઓ માટે આખરી સત્તા રહેશે.

શિપ રિસાયક્લિંગ એક્ટ, ૨૦૧૯ હેઠળ, ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન આઈએમઓ હેઠળ શિપ રિસાયક્લિંગ માટે હોંગકોંગ સંધિ સ્વીકારી છે. ડિરેક્ટર જનરલ શિપિંગ ભારતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન ના પ્રતિનિધિ છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના તમામ સંમેલનો ડીજી શિપિંગ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.