પેસીફીક મધ્યમ અને પૂર્વીય ભાગમાં લા-નીનાની અસર ઉભી થતા સારા વરસાદની આશા

ભારત તેમજ અમેરિકાના હવામાન ખાતાએ પણ ચોમાસું સારૂ રહેવાનો વર્તારો આપ્યો

તાજેતરમાં અલનીનોની અસરના કારણે ચોમાસુ નબળુ રહેશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી. અલબત ગઈકાલે રાષ્ટ્રીય હવામાન વિભાગે આપેલા વરતારા મુજબ અલનીનોની અસર ચોમાસા ઉપર પડશે નહીં. દેશના ખેડૂતો સો ર્અ વ્યવસ માટે પણ આ વરતારો શુભ માનવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં આઈએમડી દ્વારા અલનીનોની અસર ઓગષ્ટ બાદ થોડીક જોવા મળશે. તજજ્ઞોએ આ આગાહી સંજોગોનુસાર કરી છે. હાલ અલનીનોની શકયતા નહીંવત ગણાવી ચોમાસુ સામાન્ય રહેવાનો નિર્દેશ આપ્યો છે. વસંત ઋતુ સુધી પેસીફીક મહાસાગરમાં લાનીના સીસ્ટમનું વર્ચસ્વ રહેશે. એપ્રીલી જૂન સુધી લાનીનાની અસર દેખાશે. અલબત આ અસર ચોમાસા ઉપર નકારાત્મક નહીં હોય.

આ મામલે આઈએમડીના ડિરેકટર જનરલ કે.જે.રમેશે જણાવ્યું હતું કે, હાલ તો અલનીનો અને ચોમાસા અંગે કહેવું મુશ્કેલ છે. આગામી બે અઠવાડિયા બાદ અમે હવામાનની સચોટ આગાહી કરી શકશું. અમેરિકાની નેશનલ ઓસેનીક એન્ડ એટમોસફેરીક એડમીનીસ્ટ્રેશન એજન્સીનું કહેવું છે કે, પેસીફીક મહાસાગરમાં લાનીના કારણે ફરીી યોગ્ય સ્થિતિ થઈ રહી છે.

monsoonહવામાન ગરમ થઈ રહ્યું છે. જો કે, મધ્ય અને પશ્ર્ચિમ ભૂમધ્ય ભાગમાં ગરમ હવાઓનો પ્રમાણ ઓછુ જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ યાવત રહેતા અલનીનોની અસર ઓછી થઈ જશે.

ચોમાસુ સામાન્ય રહેવાના વરતારાના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો હાશકારો અનુભવી રહ્યાં છે. હાલ જળ કટોકટી સર્જાઈ છે ત્યારે ચોમાસુ સારૂ રહે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યાં છે. જો ચોમાસુ નબળુ રહેશે તો દેશના ર્અતંત્ર ઉપર ખૂબજ માઠી અસર થશે તેવી દહેશત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.