આમ્રપાલી અન્ડરબ્રીજની મુલાકાત લીધા બાદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની ઘોષણા
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે તે માટે રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા ચાલી રહી છે.જે હવે પૂર્ણ થવાની તૈયારીએ છે. આગામી જાન્યુઆરી માસમાં કામગીરી પૂર્ણ થતા આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્રારા આજે કરવામાં આવી છે.મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આમ્રપાલી અન્ડરબ્રીજમાં પાણીના નિકાલની તેમજ અન્ય પાણી બ્રિજમાં ન આવે તેવી વ્યવસ્થા રેલ્વે દ્વારા કરવામાં આવી છે. સમયસર કામગીરી પૂર્ણ કરી શહેરીજનો માટે આગામી જાન્યુઆરી-૨૦૨૧માં ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યામાં નોંધપત્ર ધટાડો જોવા મળશે.
આજે સવારે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બ્રિજની મુલાકાત લીધી હતી તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, રેલ્વેના સિની. ડીવીઝનલ ઓફિસર રાજકુમાર, એડી. સિટી. એન્જી. કોટક, રોશની શાખાના ઇન્ચા. સિટી એન્જી. જીવાણી તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ અન્ડરબ્રીજમાં બંને બાજુ ૪.૫ મીટર સર્વિસ રોડ, ૬.૬૦ મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, ૬.૭૫ મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-૧ (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (આર. એમ.સી.સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.