વેરાવળ ખાતે પ્રેસ અકાદમી ગાંધીનગર દ્રારા પ્રેસ સેમિનાર સફળતાપુર્વક સંપન્ન
વેરાવળ સ્થિત પ્રાંત કચેરીના સભાખંડમાં રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના હસ્તે પ્રેસ સેમીનારનો પ્રારંભ કરી હકારાત્મક પત્રકારત્વ અને ન્યુ મીડિયા એક ઉભરતુ પરિમાણ વિષે તજજ્ઞો દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ગીર સોમનાથ દ્રારા આયોજીત સેમીનારમાં રાજ્યબીજ નિગમના ચેરમેને વેરાવળના પત્રકારત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વેરાવળમાં ઘણા વર્ષો પહેલા ભૂતકાળમાં પથ્થરના પાયા સમાન ગણાતા પત્રકાર વજુભાઈ કક્કડ અને હરગોવિંદભાઈ ઠક્કરે ખુબ પરીશ્રમ કર્યો છે. તે સમયમા તેઓએ ખાસ પરિક્ષમ કરી પત્રકારત્વક્ષેત્રે અનોખી નામના મેળવી હતી તેઓને લોકો આજે પણ યાદ કરે છે. કલેકટરશ્રી અજયપ્રકાશે હકારાત્મક પત્રકારત્વ વિશે માર્ગદર્શન આપતા કહ્યું કે, દેશને નવા મુકામે લઈ જવામાં પણ પત્રકારત્વનો ફાળો અમુલ્ય રહ્યો છે. પત્રકારત્વમાંથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ન્યુ મીડીયાને વિકસાવવા માટે હકારાત્મક વલણ મહત્વનું પરિબળ છે.
ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના સચીવ પુલક ત્રિવેદીએ પત્રરાત્વ ક્ષેત્રેની પ્રેકટીકલ વાતોની છણાવટ કરી કહ્યું કે, પત્રકારત્વક્ષેત્રે હકારાત્મક વલણ કેળવી આજના સમયના સોશ્યલ મીડીયાના યુગમાં જર્નાલીસ્ટની સમાનમા મહત્વની ભૂમિકા હોય છે. હકારાત્મક હોય કે નકારાત્મક પત્રકારત્વની સીધી અસર જનસમુદાય પર પડે છે. બાળક, વિધાર્થી, અધિકારી, પદાધિકારી કે સામાન્ય વ્યક્તિને અભિવ્યક્ત થવું હોય છે. કોઈ બાળક જન્મ થી જ નકારાત્મક નથી હોતું તે બાળકોને ૧ વર્ષમા શારીરીક વિકાસ થવાની સાથે હકારાત્મકતા વિકસે છે.
સેમીનારના પ્રારંભે જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમારે સ્વાગત પ્રવચન સાથે સેમીનારનો ઉદેશ સ્પષ્ટ કર્યો હતો. સેમીનારમાં ગીર-સોમનાથ જિલ્લાના ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રેસ પ્રતિનિધિઓ, સાપ્તાહિકના તંત્રીઓ, સંસ્કૃત યુનિ.નાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી દીપક નિમાવત અને આભારવિધિ માહિતી ખાતાનાં સીનીયર સબ એડીટર એ.યુ.સોઢાએ કરી હતી.
આ સેમીનારમાં ના.મા.નિ., ગાંધીનગર જગદીશ આચાર્ય સહભાગી થયા હતા. સેમીનારને સફળ બનાવવા સહાયક માહિતી નિયામક એસ. કે. પરમાર, કર્મચારી ફારૂકભાઇ કરગથરા, એસ. બી. કાઠી, વિશ્વનાથ પાંજરી અને દેવશી કછોટે જહેમત ઉઠાવી હતી.