શહેરના પત્રકારો આક્રોશ ઠાલવવા એસ.પી. કચેરી પહોંચ્યા: પોલીસતંત્ર અસામાજીક તત્ત્વો સામે લાચાર
જામનગર શહેર હવે બુટલેગરોના હવાલે થઈ ગયું છે. જેમાં હવે પત્રકારો પર નિશાન બને છે. એક વખત પોલીસ તંત્રની જે ધાક હતી તે હવે ઓસરવા લાગી છે. રાજકીય ચંચુપાતથી અસામાજીક તત્ત્વોએ કાળો કેર વર્તાવ્યો છે, તંત્રને ઘોરીને પી જતા બુટલેગરો અને અસામાજીક તત્ત્વોનો ભોગ પત્રકારો બનવા લાગ્યા છે એટલું જ નહીં પોલીસ તંત્રને ખુલ્લો પડકાર કર્યો છે. દારૂના ધંધાર્થીએ પત્રકારના ઘરમાં ઘુસી એક નહીં બબ્બે વખત આવારા તત્ત્વો ધાક-ધમકી આપી શહેરને બાનમાં લીધુ છે. આ મામલે જામનગરના તમામ પત્રકારો એકત્રીત થઈ પોતાનો આક્રોશ વ્યકત કરવા પોલીસ ચોકીએ એસ.પી. પાસે ધસી ગયા હતા અને કડકમાં કડક કાર્યવાહી સાથે પગલા લેવાની માંગણી પત્રકારોએ કરી હતી.
જિલ્લાના પત્રકાર નથુભાઈ રામડા કે જેઓ શહેરના નવાગામ ઘેડ પાછળ, મધુરમ સોસાયટી શેરી નં.૪માં રહે છે. જયાના દાદાગીરીમાં નં-બ આવતા લુખ્ખા સમાજના લીડર અને નામચીન બુટલેગર લખન ચાવડાએ આ પત્રકારના ઘરે જઈ વાણી વિલાસ કરી, ધાક ધમકી આપી હતી જે અનુસંધાને પત્રકાર નથુભાઈએ એસ.પી.ને લેખીતમાં અરજી આપી હતી અને એલ.સી.બી.એ નિયમીત રૂટીન મુજબ ક.૧૫૧ મુજબ અટકાયત કરી જામીન મુકત થઈ ગયેલ હતો. વળી ફરી આ જ માથાભારે શખ્સે ફરીથી ઘરે જઈ પત્રકાર તેમજ તેમના પત્ની અને બાળકીને પણ ગાળો ભાંડી કહેલ કે “આ વિસ્તાર તેમનો જ છે, એસ.પી. તો શું આઈ.જી. પણ મા‚ કાંઈ નહીં કરી શકે તેવી દાદાગીરી કરતા લોકો ડઘાઈ ગયા હતા અને પોતાની જાતની સુરક્ષા માટે એસ.પી.ને રજૂઆત કરી હતી.
અંતે આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ શહેરના પત્રકારો એકત્રીત થઈ જિલ્લા પોલીસવડા સિંધલની કચેરીએ જઈ બુટલેગર લખન ચાવડા સામે કડકમાં કડક કાર્યવાહી કરી પગલા લેવા માંગણી કરાતા એસ.પી.ની સુચનાથી બુટલેગર લખન ચાવડા વિરુધ્ધ જામનગર સીટી બી.ડીવીઝન પો.સ્ટે. સેકેન્ડ ગુ.ર.નં.૭૦/૧૯ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુન્હો નોંધી આરોપીએ ફરી મારીને ગાળોઆપી ફરિયાદીની ગરદન પકડી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ નોંધી હતી.
જામનગરમાં પત્રકાર જો સુરક્ષીત ન હોય તો પછી આમ જનતા કયાંથી સુરક્ષીત હોય શકે, પોલીસ તંત્રને અંધારામાં રાખી પોતાની બે નંબરી ધંધા વિકસાવનારા અને માથાભારે રાજકીય પીઠ ધરાવતા બુટલેગર સામે કયારે પગલે વાશે અને આવા તત્ત્વો સામે પોલીસ તંત્ર નમશે કે પછી જાહેરમાં સબક શિખવાડશે તે જોવાનું રહ્યું?