સૌરાષ્ટ્ર યુનિવસીટીના પત્રકારત્વ ભવનમાં સ્નાતક વિઘાર્થીઓ ૧ર જુન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે
સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પસમાં કાર્યરત એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં ચાલતા પી.જી.ડી.એમ.સી. (પોસ્ટ ગે્રજયુએશન ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકશેન) એમ.જે.એમ.સી. (માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકશેન) તથા એમ. ફિલમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થઇ ચુકયો છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક વિઘાર્થીઓ યુનિવસીર્ટીની વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. અને જરુર પડે તો પત્રકારત્વ ભવનનો ‚બ‚ સંપર્ક પણ કરી શકે છે. પી.જી.ડી.એમ.સી. (પોસ્ટ ગે્રજયુએટ ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન) માં પ્રવેશ માટે સ્નાતક કક્ષાએ મીનીમમ ૪૮ ટકા જરુરી છે.
તા. ૧૨-૬-૧૭ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે. પી.જી.ડી.એમ.સી. માટેની પ્રવેશ પરીક્ષા તા. ૧૫-૬-૧૭ના બપોરે ૧૨ કલાકે તથા એમ.જે.અમે.સી. માટેની પ્રવેશ પરીક્ષા તા. ૨૦-૬-૧૭ના બપોરે ૧ર કલાકે યોજાશે. બંને કોર્ષની શૈક્ષણિક કાર્ય તા. ૨૨-૬-૧૭ થી કાર્યરત થશે. આધુનીક કમ્પ્યુટર લેબ, ઓડિયો વિઝયુઅલ ‚મ, વિશાળ લાયબ્રેરી ધરાવતા પત્રકારત્વ ભવનમાંથી પ્રતિવર્ષ કેમ્પસ ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઓ વિવિધ ચેનલો, ન્યુઝ પેપર, સામયિકો, રડીયો તથા પી.આર.ઓ. ના ક્ષેત્રમાં પસંદગી પામીને ઉજજળ કારકીર્દી બનાવી રહ્યા છે.