‘ઇચ વન ટીચ વન’ની ઉકિતને સાર્થક કરી જરૂરીયાત મંદોની વહારે આવ્યા: અનાજ કિટ વિતરણ સહીતના સેવા કાર્યો કર્યા
લોકડાઉનના કારણે અનેક લોકોની પરિસ્થિતિ કથળી છે જેને ઘ્યાનમાં લઇ ઠેક ઠેર વિવિધ સેવાભાવ સંસ્થાઓ મેદાનમાં આવી છે. ત્યારે રાજકોટના અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ ડો. ભાવનાબેન જોષીપુરા પણ પોતાના ટીમ તથા રાજકોટ પોલીસને સથવારે ભુખ્યાને ભોજન પહોચાડવામાં મદદરૂપ થઇ રહ્યા છે ખાસ જે રીતે ઇચ વન ટિચ વન છે. તે જ રીતે દરેક વ્યકિત પોતાની જવાબદારી લઇ જરુરીયાત મંદને ભોજન પહોચાડે તો કોઇપણ વ્યકિત ભુખ્યા ન સુવે.
લોકડાઉનના સમયમાં ભારતે ભાંડરૂ થઇ રહેવાનું છે: ભાવના જોષીપુરા
અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ ડો. ભાવના જોષીપુરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલનો કપરો સમય સૌ માટે વિતાવવો અધરો છે. જે તે વ્યકિતને તો માત્ર ઘરમાં પુરાઇ રહેવાની સમસ્યા છે પરંતુ અમુક વર્ગ એવો છે કે જેને પુરતો ખોરાક પણ નથી. મળતો ત્યારે આવા સમયમાં દરેક વ્યકિત છે જે પોતાની રીતે સક્ષમ છે તેણે જરૂરીયાત મંદ લોકોને મદદ કરવી જોઇએ.
આ ઉપરાંત તેવો પોતે રાજકોટનાં અંતરયાળ વિસ્તારમાં રોટલી પહોચાડે છે. ઉપરાંત તેઓએ રાશનકિટનું પણ વિતરણ કરેલ છે. અંતે વડાપ્રધાન મોદીના લોકડાઉનના નિર્ણયને સૌ કોઇ સહકાર આપે તેવી અપીલ કરી હતી.