IPL ૧૧માં રાજસ્થાન રોયલ્સ તરફથી ધમાકેદાર પ્રદર્શન કરનારા જોઝ બટલરે પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટમાં પણ આકર્ષક બેટિંગ કરી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. પણ તેણે કરેલી એક હરકતના લીધે તે મુસીબતમાં ફસાઈ શકે છે. અસલમાં લીડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન કેમેરામાં એવી એક ઘટના કેદ થઈ ગઈ જેના કારણે બટલરની મુસીબતો વધી શકે છે. બટલર જે બેટથી બેટિંગ કરી રહ્યો હતો તેના પર ગાળ લખેલી હતી.

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેનના આ બેટની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને તેની ખૂબ નિંદા કરવામાં આવી રહી છે. જો ઈંઈઈ આ વાતને ધ્યાનમાં લેશે તો બટલર પર કાર્યવાહી થઈ શકે છે. ICCના નિયમ અનુસાર, મેચ દરમિયાન તેની પરવાનગી વિના ખેલાડીના બેટ અને શરીર પર કોઈપણ અંગત સંદેશ પ્રદર્શિત કરી શકાય નહીં.

બટલરે લીડ્સ ટેસ્ટમાં જોરદાર બેટિંગ કરતા ૧૦૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી અણનમ ૮૦ રનની ઈનિંગ રમી. તેની આ ઈનિંગ અને બોલરોની શાનદાર બોલિંગની મદદથી મેજબાન ઈંગ્લેન્ડે ત્રીજા દિવસે જ પાકિસ્તાનને એક ઈનિંગ અને ૫૫ રને હરાવી બે મેચોની સીરીઝમાં ૧-૧ની બરાબરી કરી લીધી છેલ્લા નવ મહીનામાં ઈગ્લેન્ડની આ પ્રથમ જીત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.