અમે જીત માટે લાયક જ નથી:ધોની.

IPL૧૧: ચેન્નાઈ સુપર કિંગ્સનો ૧૭૭ રનનો ટારગેટ રોયલ્સે ૧૯.૫ ઓવરમાં વટાવ્યો, બટલરના ૯૫.

ઓપનર જોઝ બટલરેતેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને આઇપીએલની ટી૨૦ ક્રિકેટ મેચમાં અણનમ ૯૫ રન ફટકારવાની સાથે સાથે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સના ૧૭૭ રનના ટારગેટ સામે બટલરે છેક સુધી એકલા હાથે લડત આપી હતી અને ટીમને એક બોલ બાકી રહ્યો હતો ત્યારે સફળતા અપાવી હતી.

આ સાથે રાજસ્થાન રોયલ્સે પણ દસ પોઇન્ટ સાથે પ્લે ઓફ માટેની પોતાની આશા જીવંત રાખતાં ૨૦૧૮ની આઇપીએલ રોમાંચક બની ગઈ છે. ચેન્નાઈએ ૧૪ પોઇન્ટ સાથે પોતાનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે.

સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૭૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે ૧૯.૫ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૧૭૭ રન કરી લીધા હતા.

12 bwડ્વેઇન બ્રાવોએ ફેંકેલી અંતિમ ઓવરમાં બટલરે એક સિક્સર ફટકારીને ટીમને ટારગેટની નજીક લાવી દીધી હતી અને પાંચમા બોલે ફિલ્ડિંગમાં ભૂલ થતાં તે બે રન દોડી ગયો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી અનુભવી બેટ્સમેન સુરેશ રૈનાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે ૩૫ બોલમાં એક સિક્સર સાથે બાવન રન નોંધાવ્યા હતા તો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ૨૩ બોલમાં ૩૩ રન ફટકારીને અણનમ રહ્યો હતો.

ધોની તેની કારકિર્દીમાં ૧૦૫મી વખત અણનમ રહ્યો હતો અને આ સાથે તેણે સૌથી વધુ વાર અણનમ રહેવાના પોલાર્ડના રેકોર્ડની બરાબરી કરી હતી. ઓપનર શેન વોટ્સને ૩૯ રન ફટકાર્યા હતા તો સેમ બિલિંગ્સે બાવીસ બોલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું.

૧૭૭ રનના ટાગરેટ સામે રમતાં રાજસ્થાનની ઇનિંગ્સનું આકર્ષણ જોઝ બટલર રહ્યો હતો. તેણે ૬૦ બોલમાં બે સિક્સર અને ૧૧ બાઉન્ડ્રી સાથે અણનમ ૯૫ રન ફટકાર્યા હતા. તેને સામે છેડેથી યોગ્ય સહકાર સાંપડ્યો ન હતો પરંતુ સંજુ સેમસને ૨૧ અને સ્ટુઅર્ટ બિન્નીએ ૨૨ રન નોંધાવીને બટલરને ટેકો આપ્યો હતો.

કેપ્ટન રહાણે માત્ર ચાર રન કરી શક્યો હતો. મેચ બાદ ધોનીએ જાબાવ્યું હતું કે બોલરોને કૈલાઇન પર બોલિંગ કરવાની હતી તેની સૂચના અપાઇ હતી પણ બોલરો નિષ્ફળ રહ્યા.અમે જીત માટે લાયક જ ન હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.