સરપંચ થકી તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરાઇ
મોટીગોપ ના રેવન્યુ સર્વે નં. 828 ગૌચરની જમીનમાં સતા માં રહેલા જામજોધપુર તાલુકા પંચાયત ના મોટી ગોપ બેઠકના ચાલુ સભ્ય વશરામભાઇ વેજાણદભાઇ કારેણા એ દબાણ કર્યુ હતું. પરંતુ સરપંચ દ્વારા વારંવાર નોટીસ આપવા તથા સમજાવતા પણ પોતે સભ્ય છે એવું વિચારી સતાના મદમાં દબાણ ન હટવતા આખરે એવા મોટીગોપ પ્રથમ વાર ચુંટાઇ આવેલા સરપંચે કાનુનનો સહારો લીધો અને તેમની વાત તંત્રએ સાંભળી અને હુકમ કરતા રાતોરાત તેમણે પોતાના મહેલ તોડી પાડયા આમ, મોટીગોપ ના સરપંચની મહેનતથી ગૌચરની જમીન ગાયો માટે ખાલી થઇ મોટી ગોપના સરપંચ દ્વારા આ અંગે લેન્ડગ્રેબ્રીગની ફરીયાદ અરજી તંત્રને આપતા ખડભળાટ મચી ગયો હતો. આ અરજી થતા તંત્ર સફાળુ જાગ્યુ અને તંત્રમાં અરજી થતાં તંત્રએ તાત્કાલીકા કાર્યવાહી કરી દબાણ હટાવ્યુ.