ધ લીજેન્ડ્રી પર્સન કિશોર કુમાર
બોલિવૂડના અભિનેતા અને ગાયક કિશોર કુમારનો આજે જન્મદિવસ છે. 4 ઓગસ્ટ 1929ના રોજ જન્મેલા આ ઓલરાઉન્ડર કલાકાર ભલે શારીરિક રીતે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમનો અદભૂત અવાજ અને અદભૂત અભિનયથી તે હજુ તેમના ચાહકોના હૃદયમાં જીવંત છે. સંગીતની કોઈ પણ પ્રકારની તાલીમ વગર જ કિશોર કુમારે પોતાના અવાજનો જાદુ ચલાવીને લોકોને તેની સાથે જોડ્યા. ખંડવામાં જન્મેલા કિશોર કુમારની યાદમાં મધ્યપ્રદેશ સરકારે 1997માં ‘કિશોર કુમાર એવોર્ડ’ની શરૂઆત કરી હતી. ગાયન અને અભિનય ઉપરાંત, કિશોર કુમાર તેમના સ્વભાવગત વ્યક્તિત્વ માટે પણ લોકો તેને ખૂબ ચાહતા હતા. તેના નખરાં સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. તો ચાલો આજે તેમના ખાસ દિવસે કિશોર’દાના જીવન સાથે જોડાયેલા મહત્વના પાસાઓ પર એક નજર કરીએ-
કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ, 1929 ખંડવા મધ્યપ્રદેશમાં બંગાળી બ્રાહ્મણ ગાંગુલી પરિવારમાં થયો હતો ભારતીય સિનેમાના પ્રખ્યાત પ્લેબેક ગાયક અને એક સારા અભિનેતા તરીકે જાણીતા છે. બંગાળી, હિન્દી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, મલયાલમ, ઉડિયા અને ઉર્દૂ સહિત અનેક ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે . તેમણે શ્રેષ્ઠ પ્લેબેક સિંગર માટે 8 ફિલ્મફેર એવોર્ડ જીત્યા અને સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો . તે જ વર્ષે તેમને મધ્યપ્રદેશ સરકાર દ્વારા લતા મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અલગ અલગ અવાજોમાં ગીતો ગાવા એ કિશોર’દાનું આગવું કૌશલ્ય હતું.
કિશોર કુમારે 22 ફિલ્મો કરી, જેમાંથી 16 ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી . કિશોર’દાની ઈચ્છા સંગીતમાં કારકિર્દી બનાવવાની હતી. ત્યારપછી કિશોર એસ.ડી. બર્મનને મળ્યા હતા . કિશોરે અમેરિકન ગાયકો ટેક્સ મોર્ટન અને જિમી રોજર્સને સાંભળીને તેમની ગાયકીને વધુ આકર્ષક કરી હતી .
કિશોરકુમાર એક સારા ગાયક તો હતા જ પણ એક અભિનેતા તરીકે પણ લોકોએ તેમને પસંદ કાર્ય છે. 1946માં તેમની પ્રથમ ફિલ્મ શિકારી હતી જેમાં તેમના ભાઈ અશોકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. લડકી, ચાર પૈસા અને બાપ રે બાપ જેવી ફિલ્મોની સફળતા પછી કિશોરકુમારે અભિનયમાં રસ દાખવ્યો હતો.
ત્યાર બાદ તેમને ૫૦ થી ૬૦ના દશકમાં લીડ રોલનું કામ મળયુ હતું. કિશોર કુમારે 1954માં બિમલ રોયની ‘નોકરી’ અને 1957માં હૃષીકેશ મુખર્જીની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ‘મુસાફિરમાં’ અભિનય કર્યો હતો.
ઘણી વખત કિશોર શૂટિંગ અધવચ્ચે જ છોડીને પોતાના ઘરે પહોંચી જતાં હતા. કિશોર કુમારનો આ એક અલગ જ અંદાજ હતો, તેમને પ્રકૃતિ પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતો. તે જાણીતું છે કે કિશોર’દા કલાકો સુધી છોડ સાથે વાત કરતા હતા. તે કહેતા હતા કે આ વૃક્ષો અને છોડ મારા સાચા મિત્રો છે. કિશોર કુમારની તરંગીતાની ઘણી વાર્તાઓ પ્રખ્યાત છે.
એકવાર આસા ભોંસલેએ કહ્યું હતું કે કિશોર’દાએ ફિલ્મ ‘શરાબી’નું ગીત ‘ઇન્તહા હો ગયી ઇન્તેઝાર કી’ ગાવાની ના પાડી દીધી હતી. જોકે, પછી તેણે શરત રાખી હતી કે તે તેને નશાની જેમ નીચે પડીને ગાશે. પછી શું હતું, એક ટેબલ ઝડપથી ગોઠવાઈ ગયું, અને પછી તેણે સૂતાં સૂતાં ગીતને અવાજ આપ્યો.