તમે એઆ ખોરાક વિશે જાણ્યું જ હશે જેને ખાવાથી સંતોષ મળે છે અને તમને લાંબા સમય સુધી ભુખ લાગતી નથી. પરંતુ શું તમને એવા ખોરાકનો ખ્યાલ છે જે ખાધા પછી જ ભુખ ઉઘડે છે ? તો તમને જણાવી દઇએ કે અમુક પ્રકારની વસ્તુઓને ખાવાથી ભુખ વધુ લાગે છે અને ખાસ જ્યારે તમે વજન ઘટાડવાના હોય ત્યારે આવી વસ્તુઓ મનને લલચાવે છે માટે જો તમે ડાયેટીંગ કરતા હોય તો આ ખોરાકને ટાળવા ખૂબ જ જરુરી છે.
– જ્યુસ : આમ તો જ્યુસ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ તે તમારા શરીરને વધુ બેડોળ બનાવી શકે છે. આમ તો જ્યુસમાં લાઇટ શુગર હોય છે જે ઝડપથી પચી જાય છે. પરંતુ બ્લડ શુગર લેવલ થોડી વખત માટે વધી જાય છે. તેનાથી ભૂખ ઉઘડે છે તે તમને વધુ જાડા કરી શકે છે.
– સોલ્ટી સ્નેક્સ : એક ચીપ્સનું પેકેટ તમારી સામે પડ્યુ હોય તો શું કરશો ? અરે આ વિચારવા જેવી વાત જ નથી ખાય જ જવાનું હોય ને. સ્નેક્સમાં સોડિયમ રહેલું હોય છે. જેનાથી તમને તરસ લાગે છે. પરંતુ તેના સ્વાદને કારણે તમે સંતોષ અનુભવતા નથી. અને ગપાગપ ખાધે જ રાખો છો. માટે જેટલું વધુ ખાશો તેટલી જ વધુ ભૂખ લાગે છે.
– આલ્કોહોલ : ઘણા લોકો ડ્રિંક કર્યા પછી કંઇક ભારે ખાતા હોય છે કારણ કે આલ્કોહોલ માટે પેટ ખાલી હોવુ જરુરી છે. અમુક અભ્યાસ પ્રમાણે આલ્કોહોલ લેવાથી ભુખ ઉઘડે છે અને વધુ ખાવાની ઇચ્છા થાય છે.
– ચીઝ : ન્યુટ્રીશન એક્સપર્ટ જુલીપેન્ના જણાવે છે કે માણસે કેસિન નામના પ્રોટીનની તરસ હોય છે. જે ચીઝને દૂધમાંથી મળે છે. ચીઝમાં ફેટ અને નમકના કોમ્બીનેશનને કારણે વધુ ભુખ લાગે છે.
– ઇંડાની સફેદી : જોકે ઇંડા વિશે એવું કશુ નથી તેનાથી આરોગ્યને નુકશાન થયા છે. પરંતુ ફક્ત ઇંડાની સફેદીને નાસ્તામાં લેવાથી તમને વધુ ભૂખ લાગશે. કારણ કે તેમાં પ્રોટીન તો હોય છે. પરંતુ ફેટ, વિટામિન અને મિનરલની કમી હોય છે જેને કારણે વધુ ભુખ લાગે છે.