રાજકોટના સંયુક્ત રાજવેરા કમિશનર વિભાગ 10 અને 11ની બદલી વડોદરા અને ગાંધીધામ કરવામાં આવી.
દિવાળી તહેવારને ધ્યાને લઇ રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગોમાં બદલી અને બઢતીના હુકમઓ કરવામાં આવી રહ્યા છે. આ તકે ગુજરાત રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગના જોઇન્ટ કમિશનરની બદલી અને પ્રમોશન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટ ખાતે ફરજ બજાવતા સંયુક્ત રાજ્વેરા કમિશનર વિભાગ-૧૦ અને વિભાગ 11ના અધિકારીઓને વડોદરા અને ગાંધીધામ બદલી કરવામાં આવી છે.
બીજી તરફ રાજકોટ ખાતે ફરજ બજાવતા બંને અધિકારીઓની કહાનિયા કામગીરીના પગલે તેઓને અત્યંત મહત્વપૂર્ણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.
રાજકોટ ખાતે સંયુક્ત કમિશનર વિભાગ-૧૦ ના ડી.વી ત્રિવેદીને વડોદરા ખાતે સંયુક્ત રાજવેરા કમિશનર વિભાગ પાંચમા બદલી કરવામાં આવી છે. એવી જ રીતે રાજકોટ ખાતે વિભાગ 11માં ફરજ બજાવતા વી. એન ગુર્જરને સંયુક્ત રાજવેરા કમિશનર વિભાગ 12 ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે વડોદરા ખાતે સંયુક્ત રાજવેરા કમિશનર (વિવાદ) આર.જી હદવાણીને સંયુક્ત રાજ્વેરા કમિશનર વિભાગ 10નો ભાર સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ બઢતી અને બદલી ના ઓર્ડરો થાય તેવી પૂર્ણ શક્યતા સેવાઇ રહી છે.
હાલ જીએસટી વિભાગ ફેસલેસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જીએસટીની મહત્તમ કામગીરી ફેસલેસ થાય તે દિશાને ધ્યાને લઇ આગામી તમામ પગલાઓ સ્ટેટ અને સેન્ટ્રલ દ્વારા લેવામાં આવી રહ્યા છે. પરિણામે જે કોઈ જવાબદારી કોઈ અધિકારી સ્વીકારતા હોય તો તેને અતિરેક ચાર્જ પણ આપવામાં આવે છે પરિણામે જ આ તમામ બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે.