ઉચ્ચ શિક્ષણમાં ગુણવતા અને એકસેલન્સ વધે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ GARIMAની જવાબદારી આઇઆઇટીઇને સોંપાઇ
સૌ.યુનિ. દ્વારા ગુજરાત અંકેડીટેશન એન્ડ રેન્કીંગ ઇન્સ્ટિટયુશનલ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટના સંયુકત ઉપક્રમે સેમીનાર યોજાયો: કોલેજના આચાર્ય બ્હોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં ઉચ્ચશિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન સંસ્થાઓમાં શિક્ષણ સાથે સંશોધન ક્ષેત્રમાં ગુણવત્તા અને પ્રતિભા વધે એ માટે દરેક સંસ્થા NIRF માં રજીસ્ટ્રેશન કરાવે અને રેન્કીંગ ફ્રેમવર્કમાં ઉચ્ચ સ્થાન મેળવે એ માટે GARIMA ની જવાબદારી IITE, ગાંધીનગરને સોંપવામાં આવેલ છે.
આ ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેટા કેપ્યરીંગ સીસ્ટમ ફોર એનઆઇઆરએફ-2023 વિષય પર એક દિવસીય સેમિનારનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત એક્રેડીટેશન એન્ડ રેન્કીંગ ઈન્સ્ટિટ્યુશનલ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ સેલ (GARIMA), IITE ના સંયુક્ત ઉપક્રમે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ સૌને માર્ગદર્શીત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધન એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો NIRF-2023 માં ભાગ લીધો છે એ ખુબ આનંદની વાત છે. NIRF માં સામેલ થવાથી કોલેજોની ઉચ્ચશિક્ષણ અને દરેક બાબતોમાં ગુણવતામાં વધારો થશે એવી મને ખાત્રી છે.
આ એક દિવસીય સેમિનારમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના માન. કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલે NIRF-2023 વિશે સૌને માર્ગદર્શીત કર્યા હતા.
ડો. હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં આદીકાળથી શિક્ષણ વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આજે હરીફાઈનો સમય છે ત્યારે ઉચ્ચશિક્ષણમાં શિક્ષણની સાથે રીસર્ચ અને સાથે સાથે ગુણવત્તામાં વધારો કરવા માટે NIRF કરવું દરેક સંસ્થા માટે જરુરી છે.
આ સેમિનારમાં CVM યુનિવર્સિટી, વિદ્યાનગરના ડાયરેક્ટર ડો. પી.એમ. ઉદાણી એ NIRF વિશે પ્રાથમિક માહિતી આપી અને સૌને માર્ગદર્શીત કર્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IQAC ના ડાયરેક્ટરશ્રી ડો. એસ. કે. વૈદ્ય એ NIRF ની વિસ્તૃત માહિતી આપેલ હતી.
IITE, ગાંધીનગરના GARIMA ના કોઓર્ડીનેટર ડો. કલ્પેશભાઈ પાઠકે Q અને A વિશે સૌને આ સેમિનારમાં માર્ગદર્શીત કર્યા હતા.
આ એક દિવસીય સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા કોલેજના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.