મોરબીમાં પેપર આપવા આવેલા છાત્રોને અંતિમ સમયમાં રાજકોટ પેપર આપવાનું કહેવાયુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. મોરબીમાં પીજીડીસીએના છાત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂલના કારણે પોતાનું પેપર ચુકી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મોરબી સેન્ટરમાં આજે પેપર આપવા આવેલા ૧૨ જેટલા પીજીડીસીએના વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવેલ કે તમારે અહીં નહિ રાજકોટ ની જે જે કુંડલિયા કોલેજમાં પેપર આપવાનું છે. થોડીક જ મિનિટમાં રાજકોટ પહોંચવું અશક્ય હોવાથી આ વિદ્યાર્થીઓ પેપર આપી શક્યા ન હતા. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના છબરડાના કારણે વિદ્યાર્થીઓ પેપર આપી શક્યા નથી.
આ બનાવના પગલે વિદ્યાર્થીઓમાં રોષ ની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત મોરબી સેન્ટરમાં બપોરના સમયે પણ છાત્રો પરીક્ષા દેવા આવવાના હતા. તેમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ છે. સેન્ટર તરફ થી તેઓનો ટેલિફોનિક સંપર્ક કરીને આ અંગે જાણ કરવામાં આવી છે. પરંતુ ઘણા ખરા છાત્રોનો સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે આ છાત્રો પણ પરીક્ષા આપવા રાજકોટ પહોંચી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.
પરીક્ષા નિયામકે હાથ ઉંચા કર્યા
મોરબીમાં પીજીડીસીએના છાત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભુલના કારણે પોતાનું પેપર ચુકી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અંતિમ ઘડીમાં મોરબીમાં પેપર આપવા આવેલા છાત્રોને રાજકોટ પેપર આપવાનું કહેવામાં આવતા ૧૧ જેટલા વિર્દ્યાીઓનું ભાવી જોખમાયું છે. આ ૧૧ વિર્દ્યાીઓમાથી મોટાભાગના વિર્દ્યાથીઓ દૂર બહારગામી આવતા હોય તેઓ પરીક્ષા આપવા પહોંચી શકયા નહોતા. આ સમગ્ર મામલે પરીક્ષા નિયામક અમિત જોશીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હજુ પુરી વિગત સામે આવી નથી. અત્યારે કંઈજ કહી શકાય નહીં. તેમ કહીને હાથ ઉંચા કરી દીધા હતા અને સમગ્ર મામલે તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,