પારિવારીક,ધંધાકીય સંબંધો વિકસે તેવા હેતુથી ૫ાંચમી જાન્યુઆરીએ રીયુનિયન યોજાશે

આગામી તારીખ ૦૫-૦૧-૨૦૨૦ રવિવારના રોજ રાજકોટની ખ્યાતનામ કોલેજ શ્રી પી.ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સના ૧૯૯૭ની સાલમાં કોલેજ પાસ કરી હોય તેવા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના રિયુનિયનનું આયોજન કરવામાં આવેલ છે.

આશરે ૨૨ વર્ષોથી કોલેજમાંથી છુટા પડેલા અને જીંદગીની દોડધામ અને કમાવવાની રજળપાટમાં ખોવાઈ ગયેલા વિદ્યાર્થીઓને ફરી પાછા એકવાર ભેગા કરવા માટે આ આયોજન કરવામાં આવેલ છે. આજના સમયમાં થર્ટી ફર્સ્ટની મહેફિલના આયોજનની બદલે જૂના મિત્રો એકબીજાની નજીક આવે, પારિવારિક, વ્યાવસાયિક, ધંધાકીય સંબંધો વિકશે આવા ઉમદા હેતુથી નવા વર્ષની આગમન સમયે જ આ રિયુનિયનનું આયોજન કરવામાં આવેલ છે.

7537d2f3 23

આ રિયુનિયનમાં ૧૯૯૭માં કોલેજમાંથી જીવન જીવવાના પાઠ ભણીને નીકળેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે ૨૨ વર્ષ પછી પોતાના પરિવાર સાથે, પોતાના સંતાન સાથે ફરી પાછા કોલેજમાં આવશે. રિટાયર થઈ ગયેલા શિક્ષકોનો સંપર્ક કરીને આમંત્રણ પાઠવેલ છે. રિયુનિયન કાર્યક્રમ સાથે ડિનરનું પણ આયોજન છે. આ કાર્યક્રમની વધુને વધુ સારી રીતે ઉજવણી થઈ શકે એવા તમામ પ્રયત્નો થઈ રહ્યાં છે.

આ કાર્યક્રમ માટે ૧૯૯૭ની બેચના જ વિદ્યાર્થીઓ ઘનશ્યામ હેરભા અને રાજેન્દ્ર રાવલ (સી.એ.) કે જે હાલમાં આ જ કોલેજના ટ્રસ્ટી છે અને હાલમાં કોલેજના પ્રિન્સિપાલ કમલેશ જાની અને હાલનો કોલેજ સ્ટાફ સહિત સૌ આ કાર્યક્રમ માટે પુરો સા સહકાર અને સહયોગ આપી રહ્યાં છે. એટલું જ નહીં, કાર્યક્રમના સ્થળ માટે પણ કોલેજનો જ મધ્યસ્ ખંડ ખુલ્લો મુકી દીધેલ છે. આ ઉપરાંત કોલેજના જ સૌ મિત્રો વોટ્સએપ અને ફેસબુક ઉપરાંત અન્ય સોશિયલ મીડિયામાં મેસેજનો ફેલાવવામાં સહકાર આપી રહ્યાં છે.

આ કાર્યક્રમમાં જોડાવા માંગતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પોતાના અને પોતાના પરિવારના કાર્યક્રમ અને ડિનરના પાસ સુધીની સગવડતાઓ પર કરવામાં આવેલ હતી. જેમાં અભૂતપૂર્વ પ્રતિસાદ દાંપડેલ છે. અંદાજે ૩૫૦યહી વધુ લોકો આ મેળવડામાં યોજાનાર છે અને હજી પણ આ છેલ્લા દિવસોમાં કાર્યક્રમ વિશેની પુછપરછ અને પાસ લેવા માટેની દોડાદોડી થઈ રહી છે.

કાર્યક્રમ અંગેની કોઈ પણ માહિતી માટે અમીષ દેસાઈ (૯૪૦૮૧ ૮૨૧૯૯), મહેશ સોરઠિયા (૯૯૨૪૨૪૧૬૬૪), નિર્મિત છાયા (૯૮૨૫૨૧૩૬૧૯), ફાલ્ગુની ત્રિવેદી ઠાકર (૯૯૭૮૮૧૯૮૯૧), કિંજલ શાહ (૯૯૦૪૦૦૪૩૧૮), જિગ્નેશ મિરાણી (૯૮૨૫૧૫૦૭૩૬), જીજ્ઞેશ મકવાણા, નિમેષ સોરઠીયાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.