રામમંદિરના કાર્યક્રમમાં હાજરીને લઈને શરૂ થયેલ વિવાદ બાદ કોંગ્રેસ અત્યારે ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા વચ્ચે અટવાઈ ગઈ છે. બીજી તરફ કોંગ્રેસને ધાર્મિકતામાં દેશનું વિભાજન દેખાઈ રહ્યું છે. સ્થિતિ પ્રમાણે એવી છાપ ઉપસી છે કે કોંગ્રેસ એવું માની રહી છે કે ધાર્મિકતાથી દેશનું વિભાજન થઈ રહ્યું છે.

ભૂતકાળથી લઈને વર્તમાન સુધીની સ્થિતિ જોઈએ તો નહેરુથી લઈ સોનિયા સુધીના ધાર્મિકતાથી અલગ રહીને જ બિનસાંપ્રદાયિકતા માને છે. બીજુ કોંગ્રેસ ભાજપને પણ સાંપ્રદાયિક માને છે. કારણકે તેને હિન્દૂ ધર્મનો ઝંડો પકડ્યો છે. ઉપરાંત કોંગ્રેસ પોતે બિનસાંપ્રદાયિક રહેવા માટે ધાર્મિકતાથી અંતર બનાવી રહ્યું હોય આ મુદાએ જોર પકડ્યું છે.

કોંગ્રેસ મંદિર તો ઠીક મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારાઓમાં પણ ભારત જોડો યાત્રા દરમિયાન માથું ટેકાવશે

નહેરૂથી લઈ સોનિયા સુધીના ધાર્મિકતાથી અલગ રહીને જ બિનસાંપ્રદાયિકતા માને છે

જેને પગલે કોંગ્રેસે ભારત જોડો યાત્રાને લઈને મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ નેતાઓએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન સેંકડો મંદિરોની મુલાકાત લેવાનું કહ્યું છે. બીજી તરફ કોંગ્રેસે બજેટ સત્રમાં પીએમ મોદીની મણિપુર મુલાકાતની માંગ પણ કરી છે.

ભારત જોડો યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ સમગ્ર મણિપુરનો પ્રવાસ કર્યો.   22 જાન્યુઆરીના સમારોહ માટે પાર્ટીના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આપવામાં આવેલા આમંત્રણને નકારવાના નિર્ણય પર અડગ રહેતા કોંગ્રેસના પ્રવક્તા ક્ધહૈયા કુમારે જણાવ્યું હતું કે મંદિરના કાર્યક્રમ માટે આમંત્રણ આપવાની વિભાવના ભારતીય સંસ્કૃતિમાં વિચિત્ર છે, કારણ કે મંદિરની મુલાકાતો ઈશ્વરના આહ્વાનને અનુસરે છે. કુમારે ઉમેર્યું, અમે અનાદિકાળથી તીર્થયાત્રાઓ માટે ’ચલો બુલાવા આયા હૈ, માતા ને બુલાયા હૈ’ નું અનુસરણ કર્યું છે. તે સર્વશક્તિમાન છે જે અમને બોલાવે છે. મંદિરોમાં હાજરી આપવાનું ક્યારેય આમંત્રણ નહોતું, છતાં અમે લેતા રહ્યા છીએ.

કુમારે કહ્યું કે કોંગ્રેસ નાસ્તિક પાર્ટી નથી અને તે કોઈપણ ધાર્મિક સમારોહનો વિરોધ કરતી નથી. આપણે મંદિરોમાં કેમ નહીં જઈએ? અમે યાત્રા દરમિયાન સેંકડો મંદિરોની મુલાકાત લઈશું, અમે મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારાઓની મુલાકાત લઈશું. અમે બધાની પાર્ટી છીએ. તેથી જ માત્ર કોંગ્રેસ જ ભારત જોડો યાત્રા કાઢી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.