જોન્સન એન્ડ જોન્સનના પાઉડર અને શેમ્યુમાં કેન્સરના તત્વો મળી આવતા કંપનીની શાખ જોખમમાં મુકાઇ
ટીવી પર આવતી જાહેરખબરોમાં ‘બેબી કેર’નો પર્યાય એટલે જોન્સન એન્ડ જોન્સન એવું બતાવવામાં આવે છે પરંતુ ખેરખર આ કંપની ‘બેબી કેર’માટે યોગ્ય છે ખરી…? એક અહેવાલ પ્રમાણે બેબીકેર કરતી કંપની જોન્સન એન્ડ જોન્સન ના શેમ્યુ, પાઉડર અને સાબુના રો મટીરીયલમાં કેન્સરના તત્વો મળી આવ્યા છે જો કે આ રિપોર્ટ અંગે હજી કોઇ પૃષ્ઠતા કરવામાં આવી નથી. દેશમાં ડ્રગ્સ રેગ્યુલેટરે જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડર ના સેમ્પલ હિમાચલ પ્રદેશમાં કંપનીની ફેકટરી માંથી જપ્ત કરાયા છે.
ડ્રગ્સ રેગ્યુલેટર ની તરફથી પગલુ જોન્સન એન્ડ જોન્સનની સામે લાગેલા આરોપો બાદ ભરવામાં આવ્યું છે. દુનિયાની મશહુર અને ૧૦૦ વર્ષથી પણ વધારે જુની કંપની બેબી પાઉડર માં કેન્સર પેદા કરતા તત્વ મળી આવ્યા હોવાની સંભાવના છે. ફેકટરીમાંથી લેવાયેલા બેબી પાઉડરના સેમ્પલ એકત્ર કરી લેવાય છે. કેમ કે ડ્રગ્સ રેગ્યુલેટરનું માનવું છે કે જો પાઉડરમાં કેસર વાળા તત્વ છે. તો તેનાથી મોટી સંખ્યામાં બાળકોને નુકશાન થશે.
તો બીજી તરફ જોન્સન એન્ડ જોન્સને રિપોર્ટનો એક તરફ અને ખોટી હોવાનું જણાવ્યું છે કંપનીના જણાવ્યાનુસાર બેબી પાઉડર એસ્બસ્ટસ ફ્રી અને સુરક્ષીત છે. એક લાખ મહીલાઓ અને પુરુષો પર પાઉડરની અસરનું અઘ્યયન કરવામાં આવ્યું છે. તેનાથી કેસર કે એસ્બસ્ટસ સાથે જોડાયેલી બિમારીઓ નથી રિપોર્ટમાં કંપની મેમો ઇટરનર રિપોર્ટ અને અન્ય ગોપનીય દસ્તાવેજો ના આધારે દાવો કર્યો હતો કે ૧૯૭૧ થી ૨૦૦૦ સુધી જોન્સન બેબી પાઉડર ની તપાસમાં અસ્બેસ્ટસ મળ્યા હતા. પરંતુ રેગ્યુલેટર અને જનતાથી આ વાત છુપાવવામાં આવી રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકી રેગ્યુલેટર્સ ને પ્રભાવિત પણ કરાશે.
મહત્વનું છે કે રિપોર્ટ પ્રમાણે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેન્સરના તત્વોની જાણ પહેલેથી જ કંપનીના હોદેદારોને અગાઉથી જ હતી. કંપનીના વકીલો અને બોર્ડ ડિરેકટરોને પણ આ અંગે જાણકારી હોવા છતાં તેઓ ચુપ રહ્યા અને માસુમ બાળકોની હેલ્થ સાથે તેઓએ ચેડા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે હાલ જોન્સન એન્ડ જોન્સન ના રો મટીરીયલોને જપ્ત કરી લેવામાં આવ્યું છે.