કમલેશ જોશીપૂરાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ
રાજનીતિક સામાજીક ક્ષેત્રનાં વિવિધ મહાનુભાવો અને ક્રિયાશીલોની ડો. કમલેશ જોશીપૂરા અને ઉમેશ રાજયગુરૂની ઉપસ્થિતિમાં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાર વર્ષ પૂર્ણ કર્યા તે નિમિતે સંકલ્પના કરી અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે કામે લાગી જવા હાકલ કરવામાં અવી હતી અને વિશાળ સંમેલનમાં નરેન્દ્રભાઈ મોદીના ગતિશીલ નેતૃત્વ તથા ગુજરાતના મુખ્યમંત્રીની ગતિશીલ સરકારને જબ્બર પ્રતિસાદ આપવાની સાથે મહાનગરમાં પ્રત્યેક ક્ષેત્રોનાં પ્રતિનિધિ સ્વરૂપ અગ્રણીઓને વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે.
આ પ્રસંગે બેંક, રેલવે, પીજીવીસીએલ, કર્મચારી મહામંડળ, વિમા, પરિવહન સહિતના યુનિયન અગ્રણીઓ તેમજ વ્યાપાર વાણિજય ક્ષેત્રનાં અગ્રણીઓ, અગ્રણી તબીબો તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, સામાજીક ક્ષેત્રનાં અગ્રણીઓ તેમજ લગભગ પ્રત્યેક સમાજના પ્રતિનિધિ સ્વરૂપ અગ્રણીઓઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી નેહલ શુકલ, વરિષ્ઠ અગ્રણી માવજીભાઈ ડોડીયા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલીકાના પૂર્વ સભ્ય ખીમાભાઈ મકવાણા, વરિષ્ઠ શિક્ષણવિદ, ભરત રામાનુજ, જૂના જનસંઘ પરિવારના મોભી ઉમેદસીંગ જરીયા, વ્યાપારી અગ્રણી નરેન્દ્રભાઈ પોપટ, રાજકોટ મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ સંજયભાઈ આદ્રોજા, સમાજના અગ્રણી રાજેશ કાલરીયા, પ્રિન્સીપાલ સહદેવસિંહ ઝાલા, વરીષ્ઠ ઓથોપેડીક્સર્જન ગૌરવ શાહ, પ્રતાપજી કોટક, દેવશીભાઈ તેમજ બ્રહ્મસમાજના ઉપપ્રમુખ પ્રશાંત જોશી, તેમજ સૌરાષ્ટ્રના રઘુવંશી અગ્રણી દિપકભાઈ મદલાણી સહિતના અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
પૂર્વ કેબિનેટ પ્રધાન ઉમેશ રાજયગુરૂએ વિશાળ સમૂહને સંબોધન કરતા જણાવ્યું હતુ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી વિષયક વ્યવસ્થામાં પૂરક બનવાની સાથે પૂરી તાકાત સાથે કામ કર્યું હતુ.
ઉમેશ રાજયગુરૂએ આ તકે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે તેઓ પુરી તાકાત સાથે પૂર્ણ રીતે સક્રિય રહી અને ભાજપના સમર્થનમાં પૂરક બની સમાજ જીવનના અલગ અલગ વર્ગોને પાર્ટીના સમર્થનમાં જોતરશે.
રાજયના અગ્રણી કમલેશ જોશીપૂરાએ જણાવ્યું હતુ કે વિકાસલક્ષી વહીવટી તંત્ર અને સુશાનની પહેચાન સાથે મોદીજીએ વિશ્વના મહાનાયક તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ સવિશેષ રીતે વિદ્યાયક દ્રષ્ટિકોણથી લાભ લઈ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પૂરી રીતે સક્રિય રહેશે તેવી સંકલ્પના કરે.
ડો. કમલેશ જોશીપૂરાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીના જળસંચય અભિયાનના ક્ષેત્રે ગામડેગામડે જે આહલેક જગાવી છે તેની ખાસ પ્રશંસા કરી હતી. વિજયભાઈ રૂપણી ગતિશીલ નેતૃત્વને બીરદાવ્યું હતુ.
આ પ્રસંગે સર્વ વરિષ્ઠ અગ્રણી પ્રકાશ ટીપરે, રેલવે યુનિયન પરિવારના અગ્રણીઓ મહેશભાઈ છાયા, રાજેશભાઈ મહેતા, ઘનશ્યામસિંહ સોઢા, ભગીરથભાઈ જેઠવા, સિખ સંઘના અગ્રણી ભાગસિહ ટીકે, ગુજરાત યુનાઈટેડ નાગર એસેમ્બલીનાં રાજય પ્રમુખ ઓજસભાઈ માંકડ તેમજ રાજકોટ પ્રમુખ રાજલભાઈ મહેતા તેમજ માલધારી સમાજના શ્યામભાઈ મકવાણા ગઢવી સમાજના કે.કે.બાવડા, પાલીયા ગઢવી, મહેશભાઈ નૈયા, મુનાભાઈ ગઢવી, ઉમિયા પરિવારના લલીતભાઈ હુડકા, ગુજરાત રાજય કર્મચારી મહામંડળના રાજયના મહામંત્રી બુલાભાઈ ચંદાણી, વૈષ્ણવ સમાજના અગ્રણી જીજ્ઞેશભાઈ વોરા, જૈનમ યુવા ગ્રુપના જયેશ મહેતા, ધારાશાસ્ત્રીઓ દવે, છાયા, વિજળી કર્મચારી અગ્રણી જીતેન્દ્ર ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.