કારખાનું ભાગીદારમાં શ‚ કરી ચાર વર્ષ સુધી હિસાબ ન આપતા પગલુ ભરી લીધાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
ગોંડલ શહેરના નંદભવન એપાર્ટમેન્ટમાં રહેતા મિસ્ત્રી યુવાનને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જુનાગઢના અતુલ ટેકનો કાસ્ટ નામના કારખાનાના ભાગીદારે હિસાબ ન આપી ફસાવતા આ પગલું ભરી લીધાનું મૃતકની સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખના આધારે જુનાગઢના શખ્સ સામે મરવા મજબુર કરવાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરના નંદભવન એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ રામજીભાઈ બકરાણીયા નામના ૩૭ વર્ષીય યુવાન પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પત્ની આશાબેન બકરાણીયા નામના પરિણીતાએ પતિ મહેશભાઈના ભાગીદાર અને જુનાગઢ સ્થિત અતુલ ટેકનોકાસ્ટ નામના કારખાનાના ભાગીદાર જીજ્ઞેશ મજુર ટાણોલીયા નામના શખ્સ દ્વારા હિસાબ ન કરી પતિ મહેશભાઈને ફસાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
વધુમાં મહેશભાઈ અને જીજ્ઞેશે ચાર વર્ષ પૂર્વે જુનાગઢ ખાતે ભાગીદારીમાં ફેકટરી શરૂ કરી હતી પરંતુ જીજ્ઞેશ દ્વારા હિસાબ ન આપતો ન હોવાથી આર્થિક ભીંસ અને ફસાવતા હાલત કફોડી થયાનું મૃતક સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આથી અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકને બે પુત્રી, માતા-પિતા અને મોટાભાઈને પોલીયોની તકલીફ હોય ઘરની જવાબદારી પોતાના પર હતી.