ઈંટરનેશનલ ન્યૂઝ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. રાષ્ટ્રપતિ જો બિડેન તેમની પત્ની જીલ બિડેન સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે એક કાર તેમના કાફલા સાથે અથડાઈ હતી.

car

ટેલિવિઝન ફૂટેજમાં સિક્રેટ સર્વિસ એજન્ટો અથડામણ પછી જો બિડેનને તેની કારમાં લઈ જતા હતા. આ અકસ્માતમાં કાફલામાં સામેલ કારના બમ્પરને નુકસાન થયું છે. અકસ્માત બાદ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી લીધી હતી.

car accident

કોઈને ઈજા થઈ નથી

રાષ્ટ્રપતિ જો બિડેનના કાફલામાં એક ફોર્ડ કારે એક વણાંક પર આગળ વધવાનો પ્રયાસ કર્યો અને બિડેનના કાફલાને ટક્કર મારી. આ પછી, બિડેનના સુરક્ષાકર્મીઓએ હથિયારો સાથે વાહનને ઘેરી લીધું અને ડ્રાઇવરને હાથ ઉંચા કરવાની સૂચના આપી. આ વાહન અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.