સ્કોર્પીયોમાં ભાગેલા અપહરણકારને ઝડપી લેવા જોડીયા, માળીયા અને સામખીયારી પોલીસ પર થયેલા હુમલાથી ફિલ્મી દ્રશ્ય સર્જાયા
કોન્ટ્રાકટરને હેમખેમ બચાવવા પોલીસે પાંચ કલાક દોડધામ કરી અપહૃતને મહિલા સહિત ત્રણેય જડેશ્ર્વર પાસેથી મુક્ત કર્યાનું ખુલ્યું
જોડીયા ફોજદારને કારનો પીછો કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી
મોરબીના લેબર કોન્ટ્રાકટરનું અપહરણ કરી સ્કોર્પીયોમાં ભાગેલી મહિલા સહિત ત્રણને ઝડપી લેવા જામનગરના જોડીયા, મોરબીના માળીયા અને કચ્છના સામખીયાળી ખાતે પોલીસ સ્ટાફને કચડી નાખવાના થયેલા પ્રયાસ અને જોડીયા પોલીસ દ્વારા કરાયેલા સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ બાદ બે અપહરણકારને ઝડપી લેવામાં સફળતા મળી છે.
બપોરના અઢી થી સાંજના સાડા છ વાગ્યા સુધીમાં પોલીસ અને અપહરણકારો વચ્ચે થયેલી અથડામણના કારણે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. પોલીસ તપાસ દરમિયાન અપહૃતને જડેશ્ર્ેવર પાસે અપહરણકારને મુક્ત કરી દીધો હતો જ્યારે સામખીયાળી ખાતે પોલીસ પર હુમલો કરી ભાગેલા રાજસ્થાની શખ્સને પણ ઝડપી લીધો તે મોરબીના અપહરણના ગુનામાં નહી પરંતુ અન્ય કોઇ ગુનામાં બચવા માટે ભાગ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોીલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર ન્યુ ચંદ્રેશ આરધના એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીમા લાતી પ્લોટમાં આવેલા ં સુર્યા પ્લાસ્ટીક નામના કારખાને લેબર કોનટ્રાકટ તરીકે હિતેશ બાબુલાલ રામાવતને ત્યાં કામે આવતી મુસ્કાન નામની યુવતીને ગઇકાલે બપોરે માયા નામની યુવતી પોતાની સાથે ખરીદી કરવાના બહાને લઇ ગઇ હોવાથી મુસ્કાની માતાના કહેવાથી તેને તેડવા માટે ગયો હતો ત્યારે માયાના બે સાગરીત રફીક અને સલીમ નામના શખ્સો જી.જે.36એએચ. 0786 નંબરની કાળા કલરની સ્કોર્પીયોમાં અપહરણ કરી જડેશ્ર્વર રોડ તરફ ભાગી ગયાની હિતેશભાઇ કેતન રામાવતે પોલીસને જાણ કરી હતી.
આથી મોરબી એલસીબી સહિતનો સ્ટાફ દ્વારા રાજયભરની પોલીસને જાણ કરી અપહૃતને મુક્ત કરાવવા એલર્ટ કરવામાં આવતા જોડીયા, માળીયા અને સામખીયાળી પોલીસે હાઇ-વે પર નાકાબંધી કરી હતી. દરમિયાન માળીયા નજીક પોલીસે કરેલી નાકાબંધી તોડી જી.જે.38બી. 7080 નંબરની એક સ્કોર્પીયો કચ્છ તરફ ભાગી હતી. આથી માળીયા પોલીસે સામખીયાળી પોલીસે નાકાબંધી કરતા ત્યાં પણ પોલીસની નાકાબંધી કરી ભાગતા સામખીયાળી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધી હતી.
સ્પોર્પીયો ચાલક રાજસ્થાનના જીતેન્દ્રદાન જુગતદાન ગઢવી નામના શખ્સને ઝડપી લીધો હતો તેની પૂછપરછ દરમિયાન પોતાની પાસે સ્કોર્પીયોના કાગળ ન હોવાથી બે પોલીસમેન પર કાર ચડાવવાનો પ્રયાસ કરી ભાગ્યાનું બહાર આવ્યું હતુ.ં તેને મોરબીના અપહરણના ગુના સાથે કંઇ લેવા દેવા ન હોવાનું બહાર આવ્યું હતું.
મોરબીના અપહરણન ા ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા માટે જોડીયા પી.એસ.આઇ રવિરાજસિંહ દેવેન્દ્રસિંહ ગોહિલ સહિતના સ્ટાફે નાકાબંધી કરી હતી. તે દરમિયાન જી.જે.36 એએફ. 786 નંબરની સ્કોર્પીયો કાર પસાર થતા તેને અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે સ્કોર્પીયોનો ચાલકે પોલીસ સ્ટાફ પર સ્કોર્પીયો ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આથી પોલીસ સ્ટાફ દુર જતા રહ્યા હતા અને પીેએસઆઇ ગોહિલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું તેમ છતાં સ્કોર્પીયો પુર ઝડપે ભગાડી હતી. સ્કોર્પયો કેશીયા ગામના પાટીયા પાસે રોડ સાઇડની સિમેન્ટ પાળી સાથે અથડાતા ત્યાં રેઢી મુકી તેમાં બેઠેલા બંને શખ્સો ભાગી ગયા હતા.
જોડીયા પોલીસે કાર કબ્જે કરી તેમાં બેઠેલા શખ્સોની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન હાડાટોડા ગામ પાસેથી બંને શખ્સો મળી આવ્યા હતા. તેનું નામ પૂછપછતા તેઓ મોરબીના ક્રિષ્ના પાર્ક શેરીમાં રહેતો સલીમ દાઉદ માણેક અને બીજો મોરબીના વાવડી રોડ પર રહેતા રફીક ગફુર મોવર હોવાનું તેમજ તેઓએ મોરબીના હિતેશભાઇ રામાવતનું અપહરણ કરી તેને જડેશ્ર્વર પાસે ઉતારી દીધા અંગેની કબુલાત આપી હતી.
દરમિયાન મોરબી પોલીસને હિતેશભાઇ રામાવત મળી આવતા બંને શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. જ્યારે જોડીયા પી.એસ.આઇ. ગોહિલે બંને શખ્સો સામે પોલીસ સ્ટાફની હત્યાની કોશિષ કર્યા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.