સાત વર્ષની માસુમને એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવી’તી
જોડિયાના ગ્રામ્ય પંથક માં સાત વર્ષની બાળકી સાથે એક નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે ની પોલીસ માં ફરિયાદ થયા પછી આરોપીને ઝડપી લેવાયો છે. અને અદાલત મા રજૂ કરવામાં આવતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જોડિયા નાજીક વાડી વિસ્તાર મા રહેત એક પરિવારના પિતા–પુત્રી ગત. તા. 19 નાં સાંજે ખેતીકામ માટે ખેતરે ગયા હતા. જ્યાં પિતા ખેતી કામ કરતા હતા ત્યારે બાળકી એકલી રમી રહી હતી ત્યારે અશ્વિન જયંતિભાઈ ગોહેલ (ઉ.વ.32) નામના શખ્સે તે બાળકી પાસે આવી તેને પોતાની સાથ થોડે દૂર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સ ના કૃત્યથી હેબતાયેલી બાળકી એ બૂમાબૂમ કરતા નજીકમાં જ કામ કરી રહેલા પિતા દોડી આવ્યા હતા.
દરમિયાન અશ્વિન ગોહેલ બાળકી છોડી ને નાસી ગયો હતો. આ અંગે બાળકી નાં પિતા એ પોલીસ મા ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.ડી. ગોહિલ એ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. બાળકીને તબીબી ચકાસણી માટે ખસેડ્યા પછી અશ્વિન ગોહેલની શોધખોળ આરંભાઈ હતી. જેમાં ગઈકાલે આ નરાધમ ઝડપાઈ ગયો છે. તેને તબીબી ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. જેનો આજે રિપોર્ટ આવ્યો છે. જેમાં આ શખ્સે દુષ્કૃત્ય ગુજાર્યું હોવાનું ફલિત થયું છે. પીએસઆઈ આર.ડી. ગોહિલે આરોપી ની વિધિવત ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતાં તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.