ર ૪ કલાક ઇમરજન્સી માટે ૧૦૮ તૈનાતના દાવા પોકળ: દર્દીઓને ભારે હાલાકી

હડીયાણા

ઇમરજન્સીમાં દર્દીઓને તાત્કાલીક પ્રાથમીક સારવાર મળી રહે તેવા હેતુ સાથે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ૨૦૦૮થી ગુજરાતમાં કાર્યરત છે. આ સેવા નિ:શુલ્ક ર૪ કલાક કાર્યરત રહે છે. પરંતુ જોડીયા પંથકમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ફકત ૧ર કલાક જ કાર્યરત રહે છે. હવે જો જોડીયા પંથકમાં રાત્રીના કોઇ ઇમરજન્સી કોલ આવે તો ધ્રોલથી એમ્બ્યુલન્સને આવવુ પડે છે પરિણામે સમયસર સ્થળ પર ન પહોચતા ઇમરજન્સીમાં કોઇ મતલબ રહેતો નથી. જોડીયાને ૧૦૮ ફાળવેલ હોવા છતાં રાત્રીના કેમ બંધ રાખવામાં આવે છે તેવો પવન ઉદભવતા જોડીયા એપીએમસીના ડીરીકેટરે શહેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ર૪ કલાક ફાળવવા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સમક્ષ લેખીતમાં રજુઆત કરી છે.

જામનગર જોડીયા તાલુકા માટે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ જોડીયામાં ફાળવેલ છે. પરંતુ આ એમ્બ્યુલન્સ ૧ર કલાક જ એટલે કે દિવસ દરમ્યાન ઇમરજન્સી કોલમાં દોડે છે જયારે રાત્રીના આ ૧૦૮ ને અન્ય જગ્યાએ ફાળવી દેવામાં આવે છે. પરિણામે જોડીયા શહેર કે પંથકમાં જો કોઇ ઇમરજન્સી માટે ૧૦૮માં કોલ કરે તો ધ્રોલ અથવા તો અલીયાબાડાથી એમ્બ્યુલન્સ આવે છે. જે ૩પ થી ૩૦ કિ.મી.નું અંતર કાપીને ઇમરજન્સીના સ્થળે પહોંચે ત્યાઁ સુધીમાં તો ઘણી વખત દર્દીની પરિસ્થિતિ વધારે કફોળી બની જાય છે. હાલ કોરોનાની મહામારીમાં રાત્રિના ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી દર્દીને ના છુટકે ૧૦૮માં જ હોસ્પિટલ લઇ જવા પડે છે. ત્યારે જોડીયાને ર૪ કલાક સ્થાનીક કક્ષાએથી જ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા મળી રહે તે ખુબ જ જ‚રી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.