જોધપુરની સેન્ટ્રલ જેલમાં બુધવારે સવારે આસારામના જીવનનો ફેંસલો આવી ગયો છે જેમાં આસારામ સહિત શિવા, શિલ્પી અને શરદ તમામ આરોપીઓ દોષિત જાહેર થયા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. જેલમાં બંને પક્ષના વકીલો દ્વારા દલીલો શરૂ કરી દેવામાં આવી છે.
Asaram and all other accused have been convicted by Jodhpur Scheduled Caste and Scheduled Tribe Court in a rape case pic.twitter.com/6eoSyIymiL
— ANI (@ANI) April 25, 2018
આ કેસમાં આસારામ દોષિત સાબીત થશે તો તેમને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજા મળી શકે છે. જોધપુર સેન્ટ્રલ જેલે મીડિયાને જેલ પરિસરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ રાખ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com