માર્કેટમાં જવાનું કહી બ્લૂ વ્હેલ ગેમનો ટાસ્ક પૂરો કરવાનો હેતુ
– 17 વર્ષની કિશોરી બ્લૂ વ્હેલ ગેમનો શિકાર બનતાં બચી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ એક કિશોરીએ સોમવારે રાત્રે જોધપુરના તળાવ પાસે પોતાના સ્કૂટરમાં બેસીને થોડા ચક્કર લગાવ્યાં હતા. જે બાદ તેને તળાવમાં ઝંપલાવ્યુ હતું. જો કે તરવૈયાઓ અને પોલીસે તેને બચાવી તેના માતા-પિતાને સોંપી દીધી હતી.
– આ યુવતી BSFના જવાનની પુત્રી છે. યુવતીના વાલીના કહેવા મુજબ સોમવારે મોડી સાંજે માર્કેટ જવાનું કહીને ઘરેથી નીકળી હતી.
– કિશોરી મોડે સુધી પરત ન આવતાં યુવતીના વાલીએ તેના મોબાઈલ ફોન પર કોલ કર્યો હતો. જો કે ફોન કોઈક અપરિચિત વ્યક્તિએ ઉઠાવતાં તેમને શંકા ગઈ હતી કે તેની પુત્રી જૂઠું બોલીને કયાંક જતી રહી છે.
– યુવતીની કોઈ ભાળ ન મળતાં તેનો પરિવાર ચિંતામા આવી ગયો હતો અને તેની ભાળ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
સિહાગે વધુમાં જણાવ્યું કે, “અમને લગભગ લગભગ રાત્રે 11 વાગ્યે માહિતી મળી હતી કે એક યુવતી કલ્યાણા લેક પાસે ડ્રાઈવિંગ કરી રહી છે. અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને તેને ત્યાંથી જતા રહેવાનું કહ્યું પરંતુ તે અચાનક તળાવને સમાંતર આવેલા હિલ રોક્સ તરફ દોડી અને તેને જમ્પ લગાવી દીધો. જે બાદ અમે તાત્કાલિક તેની મદદે દોડ્યા હતા અને સમયસર તેને તળાવમાંથી બહાર કાઢી બચાવી હતી. ”