વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવશે. કોર્ટે બાકીના અન્ય સ્ટાર્સ સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ અને સોનાલી બેન્દ્રને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાં હાજર થવા માટે દરકે સ્ટાર્સ બુધવારે જ જોધપુર પહોંચી ગયા હતા. આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે. ત્યારે આ બધા ફિલ્મ ‘હમ સાથ-સાથે હૈ’ના શૂટિંગમાં રાજસ્થાન ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com