રાજસ્થાનમાં વેસ્ટ પેપરની ફેકટરીભાગીદારીમાં બહાને છેતરપીંડી કરી
રાજકોટના બિલ્ડરને વર્ષ ૨૦૧૬-૧૭માં રાજસ્થાનના જોધપુરના દંપતિએ વેસ્ટ પેપરની ફેકટરી બનાવવાનું કહી એમઓયુબનાવીને તેમની પાસેથી રૂ ૨.૫૦ કરોડનું રોકાણ કરાવ્યું હતું. ત્યારે છેલ્લાબે માસથી માસીક નફા પેટે બિલ્ડરને આપવાના થતાં રૂ ૩.૪૫ લાખની રકમ ચુકવવામાં નહી આવતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં સુમન ક્સટ્રશન નામની પેઢી ધરાવતા બિલ્ડર હરમુખભાઇ ગગુભાઇ પરમાર(ઉ.વ.૪૪) રે. બ્લોક નંબર-૬૨, કીડવાઇનગર,: શેરી ન.પ ૧૫૦ ફુટ રીંગરોડ, વાળા પાસે રાજસ્થાનના જોધપુરમાં રહેતા ગજેન્દ્ર નરશી ચૌહાણઅને તેના પત્ની રીમાબેન દ્વારકેશ ટ્રેડર્સ નામની પેઢી ઉભી કરી વેપારી ધંધો કરી નફો બતાવી વિશ્વાસ માં લઇ ધંધા માટે રોકાણ કરવા જણાવી ભાગીદારી ડીડ બનાવ્યું હતું.તથા એમઓયુ બનાવી નાણાનું રોકાણ કરાવી દ્વારકેશ પેઢીના નામે જોધપુર રાજસ્થાનમાં વેસ્ટ પેપરની ફેકટરી બનાવી ફેકટરીનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઇને રોકાણ કરેલા રૂપિયાનો કોઇ હિસાબ આપ્યો ન હતો.તેમજ ધંધામાં નુકશાની બતાવી આરોપીઓએ પોતાનો ઇરાદો પાર પાડવા વધારાનું એમઓયુ બનાવી માસીક નફા પેટે રૂ ૩.૪૫ લાખનું ચુકવણું કરવા નકકી કરેલ જે અંગે એડવાન્સ ચેક આપી સમજુતી કરી હોવા છતાં ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવીને રોકાણ કરનાર બિલ્ડરને ફેકટરીમાં નહી આવવા અને હિસાબ કિતાબ કે ફેકટરીના હિસ્સાની વાત નહી કરવાનું કહીને કાઢી મુકયાં હતાં.બિલ્ડરે પોતે છેતરાયા હોવાનું જણાતા આ અંગે ડીસીબીમાં ફરીયાદનોંધાવતા પીએસઆઇ એચ.બી. ત્રિવેદીએ તપાસહાથ ધરી છે