જોબફેરમાં ૨૫ નોકરીદાતા દ્વારા ૨૫૦ રોજગાર વાંચ્છુક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી
રોજગાર કચેરી રાજકોટ અને એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજના સંયુક્ત ઉપક્રમે વૈશાલી નગર-૨માં આવેલ એચ.એન.શુકલ કોલેજમાં આજે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબફેરમાં ૨૫ નોકરી દાતા દ્વારા ૨૫૦ જેટલા રોજગાર વાંચ્છુક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. સવારે રોજગાર કચેરી રાજકોટના અધિકારી ચેતનાબેન અને કોલેજના પ્રોફેસરો દ્વારા જોબફેરનું ઓપનીંગ કરી બાદમાં રોજગારી મેળવવા આવેલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ જોબફેરમાં ટેકનો ફૂડ, કેશવ ઈન્ફોટેક, ઈશાન, એચ. ડી. બી. ફાયનાન્સીયલ સર્વિસ, આઈ આઈ સીઆઈ બેંક, એલઆઈસી ઈન્ડિયા, ટીક્યુવી સર્ટીફીકેશન, ભારતી એકસા, મહાવીર લીમીટેશન, ગુજરાત વેબ ટેક, સિરાજ કાસ્ટેક પ્રા.લી., શિવશક્તિ ઈન્ડસ્ટ્રીઝ, ભગવતી બ્રાઈટ બાર્સ, શિવાંગ એન્ટરપ્રાઈઝ સહિતની ૨૫ થી વધુ કંપનીઓએ ઉમેદવારોના ઈન્ટરવ્યું લીધા હતા અને ૨૫૦થી વધારે ઉમેદવારોની પ્રામિક પસંદગી કરવામાં આવી હતી.
આ જોબફેરમાં રોજગાર કચેરી રાજકોટના ચેતનાબેન, એચ.એન.શુકલ કોલેજના ટ્રસ્ટી નેહલ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી મેહુલ રૂપાણી, કોલેજના પ્રોફેસર મયુર વ્યાસ, જીજ્ઞેશ થાનકી, કરિશ્મા રૂપાણી, હિરેન મહેતા, જીગર ભટ્ટ સહિતનાઓ હાજર રહ્યાં હતા.