દિલ્હીના કૃષિ ભવનમાં અધિકારીઓની ગેરહાજરીમાં ફેક ઈન્ટરવ્યુ યોજી કરોડો રૂપિયા હડપનાર ગેંગનો પર્દાફાશ!

ગ્રામીણ વિકાસ મંત્રાલયના વર્ગ ૪ના બે કર્મચારીઓ ભવનમાં ઈન્ટરવ્યુ માટે ખાલી રૂમનો બંદોબસ્ત કરી આપતા

રાજધાની દિલ્હીમાં કૃષિ ભવન ખાતે સરકારી નોકરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઓએનજીસીમાં નોકરી અપાવવાની લાલચ આપી કૃષિ ભવનમાં ફેક ઈન્ટરવ્યૂ યોજી કરોડો રૂપિયા હડપનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. કૃષિ ભવનમાં ચુસ્ત બંદોબસ્ત અને ઉચ્ચ સુરક્ષા હોવા છતા અહી ફેક ઈન્ટરવ્યૂ કેવી રીતે લેવાતા ?? એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. તેમાં પણ ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, કૃષિભવનના સરકારી અધિકારીઓની કચેરીઓમાં જ આ ફેક ઈન્ટરવ્યુ લેવામાં આવતા હતા.

પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ જોબ રેકેટ ચલાવનારાઓમાં એક સોફટવેર એન્જીનીયર, એક ઓનલાઈન સ્કોલરશીપ ફર્મનો ડાયરેકટર, એક ગ્રાફીક ડિઝાઈનર, એક રેકી અને એક ઈવેન્ટમેનેજર સામેલ છે. જેઓની કેન્દ્રીય મંત્રાલયના સ્ટાફ સાથે મીલીભગત હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું કે, આ ગેંગ કૃષિ ભવનમાં ફેક ઈન્ટરવ્યૂ માટે જબરદસ્ત આયોજન કરેલું હતુ અને આ માટે તેઓએ ગ્રામીણ વિકાસ મંત્રાલયના વર્ગ ૪ના બે કર્મચારીઓને પોતાના ભાગીદાર બનાવી સમગ્ર કૌભાંડ રચ્યું હતુ. આ બંને કર્મીઓ મલ્ટીટાસ્કીંગ સ્ટાફના છે. જે કૃષિ ભવનમાં ખાલી કચેરીઓ અથવાક ખાલી ‚મનો બંદોબસ્ત કરી રાખતા જે અધિકારીઓ રજા પર હોય. તેની કચેરીમાં ફેક ઈન્ટરવ્યુ યોજવામાં આવતા અને સરકારી નોકરીની લાલચમાં અંધ બનેલા ઉમેદવારો પાસેથી કરોડો રૂપીયા હડપતા ઈન્ટરવ્યુ બાદ પૈસાઈ ઉમેદવારોને ફેંક જોબ લેટર પણ અપાતા હોવાનું ખૂલ્યું છે.

જણાવી દઈએ કે, આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો કે જયારે ઓએનજીસી તરફથી પોલીસ ફરિયાદ નોંધાઈ તાજેતરમાં જ કૌભાંડકારોએ વિદ્યાર્થીઓનાં એક ગ્રુપ પાસેથી ૨૨ લાખ રૂપીયા હડપ્યા હતા તેઓએ કહ્યું કે, ઓએનજીસીમાં આસીસ્ટન્ટ એન્જીનીયરના પદ પર નોકરી અપાવવાના નામે તેઓએ અમારી પાસેથી લાખો રૂપીયા લઈ લીધા છે. ઓએનજીસીએ પણ આ મુદે ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ કરતા ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું કે, પિડીત ઉમેદવારોને ખોટી રીતે ઓએનજીસીના ઓફીશ્યલ મેઈલ ઉપરથી જ ઈન્ટરવ્યુ માટે બોલાવાયા હતા.

ક્રાઈમ બ્રાંચના એડીશન કમિશનર રાજીવ રંજને કહ્યું કે, આરોપીઓ પાસેથી ૨૭ મોબાઈલ, ૨ લેપટોપ, ૧૯૦ ચેકબુક, ખોટા આઈડી કાર્ડ અને ૪૫ સીમકાર્ડ કબ્જે કરાયા છે. તમામ આરોપીઓને પકડી લેવાયા છે. જયારે એક મુખ્ય આરોપી રવિ ચંદાની ધરપકડ કરવા તપાસ ચાલુ છે. આ પ્રકારે કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષથી રવિચંદ્રા દ્વારા ચલાવાતું હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.