Science ke commerce ?………………………. જેને ભી દસમા માં મહામહેનતે 70 કે એથી વધુ ટકાં આવ્યા હશે એને આ ઉપરનો પ્રશ્નો વાંચી અલકમાલક ના ચહેરાઓ યાદ આવી ગયા હશે ..(સાલું આર્ટસ તો ઓપ્શન માં પણ નથી હો…)
તેમની generation information ના અભાવ ને લીધે બે જ ઓપ્શન આપે છે એ વાત સમજી સકાય , પણ જયારે મારી techno generation પણ એક કે બે ઓપ્શન થી આગળ નથી વિચારી સકતા ત્યારે મને ભારતના ફ્યુચર વિશે ચિંતા થાય એ સ્વાભાવિક છે
આ તો વાત થઈ જે મહામહેનતે પાસ થયા એની પણ જો એક પણ વિષયની વિકેટ પડી … તો આજ information ના અભાવ વાળા વડીલો પોતે દસમામાં ફેલ થયા છતાં લાઈફની યુનિવર્સિટીમાં કઈ રીતે પ્રવેશ કર્યો તેની પ્રસ્તુતિ સાંત્વના માટે આપશે.
સાચો કહું તો રીયલ કરિયર ગાઈડન્સ તો આ છે સાયન્સ કે કોમર્સની બહારની દુનિયા….. within અને out of the box thinking.
કદાચ થ્રી ઈડિયટ્સ જેવી ફિલ્મ પણ આજ શીખવવાનો પ્રયાસ કરતી હતી કે કઈ રીતે એક મેકેનિકેલ એન્જિનર કેમેરા ની ટેકનોલોજી સમજી પોતાની કળા ને પોતાના ભવિષ્ય માં બદલે છે.
ભણતરનો ભાર ઓછો કરવાની બદલે ભણતરના જોરે શું શું કરી શકાય એ સમજાવવા માગતી આ ફિલ્મ હતી પણ હાઈ રે Indian audience …..મેકેનિકેલ અને ફોટોગ્રાફી ની seats વધારી દીધી…!!!! અને ક્રિએટિવિટીનું પ્રેશર વધાર્યું alreday pressurized ટીનેજર ઉપર.
થોડા દિવસો પેલા આપણા P.M માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એક સ્ટેટમેન્ટ આપેલું કે “ સવાર થી લઇ ને સાંજ સુધી જો એક યુવક પકોડા વેચી 200 રૂપિયા કમાઈ લેતો હોય તો તમે એને employment ગણસો કે નઈ ?.”
હવે આ સ્ટેટમેન્ટ કેટલું ખોટું છે એ હું તમારી ઉપર મુકું છું પણ હા કેટલું સાચું છે એ હું સમઝવાનો પૂરો પૂરો પ્રયાસ હું આજે કરીશ.
નોકરી છે population કરતાપણ વધારે છે બસ એમના વિશે જાણકારી મેળવવાના સ્ત્રોત અને આવડત ઓછી છે .
આ જવાબદારી હતી મારી so called techno generation નું પણ મારી 20 વર્ષની નાનકડી Academic life માં એટલી તો બહુ સારી રીતે ખબર પડી ગઈ કે મારી અને મારા પછીની આ modern generation આઉટ ઓફ બોક્સ થિંકિંગ નામ નો ડબ્બો પકડીને બેસી રહેશે પણ ખોલવાનું મેન્યુઅલ વાંચવાની દરકાર નહીં લે બસ એજયુકેશન સીસ્ટમ ને ગાળો આપી રહેશે
“YOU CAN NOT COMPLAIN ABOUT COMPETITION BUT THERE SHOULD NOT BE LACK OF INFORMATION” બસ આ સ્ટેટમેંટ ને ધ્યાનમાં રાખીને આ આર્ટીકલ ને લખવાનું વિચાર્યું છે એક સ્ટ્રીમમા એડમિશન લઈ તમે કઈ રીતે જુદા-જુદા કરિયર ઓપ્શન ના દરવાજો ખુલ્લા રાખી શકો એની ઝાખી આપવાની કોશિશ કરી છે.
ઉપરોક્ત ઇન્ફોર્મેશન ફક્ત ડિગ્રીઝ છે એમ્પ્લોયમેંટ નથી. આ ડિગ્રીનો નો ઉપયોગ ડોકટર , એંજિનિયર, પ્રોફેશર, કે સઇંટિસ્ટ બનવા માટે જ નથી થતો પણ ઘણા બધા દરવાજા એવા પણ છે જે ઉપરોક્ત ડિગ્રીઝની ચાવી થી ખૂલી શકે છે.
આજે વારો લીધો છે ઇન્ડિયાના મોસ્ટ ફેવરિટ પ્રોફેશન એટલેકે – ડોક્ટર
B-Group – M.B.B.S – Doctor વાળી ટ્રેનમાં હજી એક સ્ટેશન છે Specialization જો એ છૂટયું તો ગલીમાં ફેમેલી ડોક્ટર નામની દુકાન નાખવી પડશે જે કેટલી ચાલશે તેની કોઈ ગેરેટી નથી, પણ જો ડિગ્રી લઈને અલગ અલગ જગ્યાએથી લોહી નિકડતું ન જોવું હોય તો..? બોજા ઓપ્શન કેટલા તમારી પાશે…
જરા વિચારો પ્રણિઓનો ડોક્ટર એક ખુબ જ સારો એનિમલ ટ્રેનર ના બની શકે..? શું ઝૂઑલૉજીમાં માસ્ટર કરેલા સ્ટુડન્ટ આમાં તક શોધી શકે ખરા..! જિહા..એનિમલ ટ્રેનર..! અને એમાંભી અત્યારે સૌથી વધુ ટ્રેન્ડમાં છે ડોગ ટ્રેનર્સ. અલગ અલગ જાતની બ્રીડને અલગ અલગ ટ્રેનીંગ આપવામાં આવે છે જેને લીધે અલગ અલગ કોર્સ અલગ-અલગ સમય ગળાઓ સુધી કરવા પડે છે. જેની જાણકારી નીચે મુજબ છે.
કોર્સ પૂરો થયા પછી ડોગ અને હેંડલર બેવને પ્રેક્ટિકલ અને રિટન એક્ઝામ પાસ કરવાની હોય છે. જો એમાં અસફળ રહ્યા તો ડ્યુરેશન 12 અઠવાડીયા સુધી વધારી શકાય છે. છે ને મજાની વાત ફેલ નહીં પણ ફરી પાસ થવાની તક મળે છે.
હવે મુદ્દાની વાત “કેટલા મળશે”…?
જરાક વિચારો એંજિનિયર અને ડોકટર ની સ્ટાર્ટિંગ સેલેરી કરતાં પણ વધારે છે કે નઇ. બસ આવા જ ઓપ્શન વેઇટ કરે છે તમારા માટે અને તમારી બેન્ક બેલેન્સ માટે બસ હવે હાથ લંબાવવાની જરૂર છે. હવે કહો કે એક સેફ પકોડા વહેંચી પોતાની એક દિવસની કમાણી 200 થી 2000 અને 2000 થી 20000 સુધી લઈ જઈ શકતું હોય તો આમાં ખોટું કેટલું..?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com