અગાઉ અનેક યુવાનોના વાલીઓ પાસેથી  રૂપીયા પડાવ્યાની નોંધાઈ છે આઠ ફરિયાદો

 

જામનગર ના ખોડિયાર કોલોની વિસ્તાર માં રહેતા ચીટર પિતા -પુત્ર સામે લોકો ને ઇન્કમટેક્સ માં નોકરી અપાવી દેવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લેવા અંગે અગાઉ અનેક ફરિયાદો નોંધવામાં આવી હતી, ત્યારે આજે વધુ એક ફરિયાદ પોલીસ ₹માં નોંધાવાઈ છે એક યુવાન અને તેના પિતરાઈ ભાઈ ને ઇન્કમટેક્સમાં નોકરી અપાવી દેવાના બહને  તેની પાસેથી રૂપિયા 8 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે આજે ચિટર પિતા – પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર ના રણજીત સાગર માર્ગે આશીર્વાદ સોસાયટી ની પાછળ ના વિસ્તારમાં શ્રીજી નગર મા રહેતા જયેશ બાબુભાઈ કોઠીયા (27) નામના યુવાને પોતા ને અને  પોતાના પિતરાઈ ભાઈ જયેશ કોઠીયા ને ઇન્કમટેક્સ માં નોકરી અપાવી દેવાની લાલચ આપીને રૂપિયા 8 લાખ ની રકમ પડાવી લેવા અંગે શહેર ના ખોડીયાર કોલોની એન આર આઈ બંગલોમાં રહેતા વિશાલ હેમતભાઈ કણસાગરા અને તેના પિતા હેમતભાઈ હંસરાજભાઈ કણસાગરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન આરોપી  હેમત કણસાગરા એ ફરિયાદી જયેશ ના પિતા બાબુભાઈ સાથે મિત્રતા કેળવી હતી. અને પોતાના નો પુત્ર વિશાલ  ઇન્કમટેક્સમાં નોકરી કરે છે.અને તેને સારી લાગવગ ધરાવે છે. તેમ જણાવી ને બાબુભાઈ ને પુત્ર જયેશ ને પણ ઇન્કમટેક્સમાં અપાવી દેશે. તેમ જણાવી ને ફાઇનાન્સ મિનિસ્ટર એમ્પ્લોઈઝ ઇન્ડિયા નામથી મેલ કર્યો હતો અને નોકરીની પ્રોસેસિંગ ફી તથા બોન્ડ  તથા તાલીમ માટે રૂપિયા 6 લાખ 50 હજાર  ની રકમ જયેશ અને તેના પિતા બાબુભાઈ પાસેથી પડાવી દીધી હતી. આ પછી જયેશ ના પીતરાઈ ભાઈ જયદીપ કોઠિયા ને પણ ઇન્કમટેક્સ કા નોકરી અપાવી દેવાના બાને ખોટા મેલ કરીને રૂપિયા દોઢ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. પરંતુ લાંબા સમય સુધી બંને ને નોકરી નહી મળતા આખરે ગઈકાલે જયેશ બાબુભાઈ કોઠીયા આ બાબતે પોતાની સાથે છેતરપિંડી કરવા અંગે ચિટર પિતા – પુત્ર સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે  કે અગાઉ પણ આ પિતા પુત્ર બંને સામે આ જ પ્રકારે છેતરપીંડી  આચરવા અંગે અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.