નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્સે કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટ તથા જોબ ફેરનું આયોજન રોજગાર કચેરી, અમરેલીના સહયોગથી કરવામાં આવેલ. જેમાં રોજગાર કચેરીમાંથી શ્રી કૌશિકભાઈ વાઘેલા, લક્ષિતાબેન હીરપરા તથા ખ્યાતિબેન હાજર રહ્યા હતા.
તેમજ નોકરીદાતા તરીકે જુદી જુદી ત્રણ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં કઈંઈ ઘઋ ઈંગઉઈંઅ- સાવરકુંડલામાંથી શ્રી પારુલબેન ચૌહાણ, અઈંખ કઝઉ. ભાવનગરથી શ્રી પાયલબેન તથા સીન્ટેક્ષ યાર્ન લિમિટેડમાંથી શ્રી કાનજીભાઈ બકોત્રા ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રણેય નોકરીદાતાઓએ પોતપોતાની કંપનીનો પરિચય આપેલ તથા બહેનોએ તેમાં કેવા પ્રકારની કામગીરી કરવાની હોય તે વિશે માહિતી આપી હતી. ત્યારબાદ ઈન્ટરવ્યૂનો દોર શરૂ કરવામાં આવેલ. જેમાં ૧૦૯ બહેનોએ ભાગ લીધેલ. જેમાંથી ૬૦ બહેનોને સીન્ટેક્ષ યાર્ન લિમિટેડ કંપનીએ સ્થળ પર જ નોકરીના ઓર્ડર આપી દીધા હતા. જ્યારે કઈંઈ ઘઋ ઈંગઉઈંઅ તથા અઈંખ કઝઉ એ બહેનો પાસે ફોર્મ ભરાવીને માહિતી એકઠી કરેલ તથા રસ ધરાવનાર બહેનોને જે તે કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવશે તેમ જણાવેલ.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા.છાયાબેન શાહ, પ્રા.ડો.કુરેશી સાહેબ તથા કુ.જાગૃતિબેન રાઠોડે કરેલ. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી ચાવડાસાહેબ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.