જેકેએલએફ સામે ૩૭ પ્રકારની ગંભીર ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય
જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓની કમર ભાંગી નાખવા કેન્દ્ર સરકારના એકચક્રી એક મહત્વનાકદમાં ૧૯૮૯માં કાશ્મીરી પંડિતો સામે યુધ્ધે ચડનાર જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રંડ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.
કાશ્મીરની ખીણમાં વસ્તા લઘુમતી વર્ગ એવા કાશ્મીરી પંડિતો સામે ગેરકાયદેસર રીતે ઉભા થયેલા યાસીન મલિકના જમ્મુ કાશ્મીર લીબ્રેશનફ્રંડના ૧૯૮૯ના દાયકામાં હિન્દુ પંડિતો પર થયેલા અત્યાચાર અને આરાજકતા અંગે જવાબદાર ઠેરવી નરેન્દ્ર મોદી સરકારે જે.કે.એલ.એફ. પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જેકેએલએફના મુક્ય સરગના યાસીન મલીક કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોમાં નોંધાયા ગંભીર ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જેકેએલએફ પર ભારતીય વાયુદળના ચાર અધિકારીઓની હત્યા પૂર્વે કેન્દ્રીય મંત્રી મૂફતી મોહમ્મદ સૈયદના ઉતરી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબાના બહેન ડો.રૂબીયા સૈયદના અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં જેકેએલએફની સંડોવણી હોવાની ગૂનાઓમાં જેકેએલએફની સંડોવણી હોવાની વી.પી.સિંહ સરકારના ગૃહસચીવ રાજીવ ગોબાએ જણાવ્યું હતુ.
જેકેએલએફ બીજુ સંગઠન બન્યું છે. કે જેની ઉપર પ્રતિબંધ મૂકવામા આવ્યુ છે. અગાઉ હિજબુલ મુજાહીદીન સાથે સંકળાયેલા જમાતે ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેકેએલએફ દાયકાઓથી પાક. પ્રેરિત આતંકવાદને સમર્થન કરતુ સંગઠન તરીકે વારંવાર શંકાના દાયરામાં આવ્યું છે.તાજેતરમાં જ પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણીમાં પાક હાઈ કમિશનરે અલગતાવાદીઓને આમંત્રણ આપતા ભારત તેનો બહિષ્કાર કર્યો હતો.
ગૃહસચિવ રાજીવગોબાએ જણાવ્યું હતુ કે ભારત આતંકવાદી પ્રવૃત્તિઓને શુન્ય સુધી લઈ જવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે. જે.કે.એલ.એફ સામે ૩૭ પ્રકારની ગંભીર ફરિયાદો નોંધાય છે. સૈયદઅલી શાહે ગીરાનીનો ચેલો મલીક જે.કે.એલ.એફને કાશ્મીરી પંડિતો સામે આઈએસઆઈના ઈશારે અત્યાચાર કરી રહ્યું છે.
લશ્કરે તોયબાના હાફીઝ સૈયદ સહિતના નેતાઓ ૨૦૧૧માં શ્રીનગરમાં મૌલાના શોકત હત્યાકાંડમાં સંડોવાયેલા છે. જે કેએલએફ ટેરર ફંડીંગ સુરક્ષા દળો સામે પત્થરમારા અને કાશ્મીરની શાંતિ સામે પલતો ચાંપવામાં સક્રિય હોવાનો આક્ષેપ છે. જેકેઅલેએફ સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા અંતર્ગત કાર્યવાહી અને મલીક સામેનાં ૩૦ વર્ષ જૂના કેસો રિઓપન કરવાની માંગ કરી છે.
મલિક સામે ચાર વાયુદળના નિશસ્ત્ર અધિકારીઓની હત્યા, ગૃહમંત્રી પુત્રીનું અપહરણ કરી આતંકવાદીઓને છોડવાનું કેસ અને મલીક પર જેકેએલએફનાં આતંકી મકબુલ બટ્ટને ફાંસીની સજા સંભળાવનાર ન્યાયમૂર્તિ નિલકંઠ ગજુની હત્યાનો કેસ પેન્ડીંગ છે.