પંચદિનાત્મક કથાની સાથે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, વ્યસનમુક્તિ કેમ્પ વિગેરે સામાજીક સેવાકાર્યોની સરવાણી વહેશે

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સ્થાપનાને ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ થતા રાજકોટ ખાતે ડીસેમ્બર 2022માં ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. જેના ભાગરૂપે હાલ ગુરુકુલ દ્વારા પધરામણીઓ, વ્યાખ્યાન માળા, સત્સંગ કથાઓ, મહામંત્ર યજ્ઞો, ભૂ.પૂ. વિદ્યાર્થી સંમેલનો વિગેરેના આયોજનો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે મવડી રોડ પર, બાપા સીતારામ ચોકમાં તા.27/04/2022 થી તા.01/05/2022 સુધી રાત્રે 8.30 થી 11.00 કલાક દરમ્યાન જીવન ઉત્કર્ષ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં

વિજ્ઞાન અને ટેકનોલોજીના વર્તમાન યુગમાં વ્યક્તિગત અને પારિવારીક જીવનમાં સુખ- શાંતિ-સંપ  રામાયણ, મહાભારત અને સત્સંગી જીવન જેવા સદગ્રંથોના આદર્શ પાત્રોના આધારે પ્રાપ્ત થાય તે માટે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદથી આ પાંચદિનાત્મક જીવન ઉત્કર્ષ કથાનું આયોજન કરવામાં આવેલ છે.આ કથાનું રસપાન  સાધુગુણે સંપન્ન પ.પૂ. પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી અને પ.પૂ. શાસ્ત્રી શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી પોતાની સુમધુર શૈલીમાં કરાવશે.

તા.29/04/2022, ગુરુવાર  નિ:શુલ્ક નેત્ર તથા દંત રોગ નિદાન કેમ્પ  ,તા.30/04/2022, શનિવાર રક્તદાન કેમ્પ ,તા.01/05/2022, રવિવાર વ્યસનમુક્તિ કેમ્પ વિવિધ સેવા  કાર્યોની સરવાણી વહેશે

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.