ગુજુભાઇ ભરાડ દ્વારા પાંજરાપોળને રૂ ૧ લાખનું અનુદાન: અનેક જીવદયા પ્રેમીઓની પ્રેરક ઉ૫સ્થિતિ
જીવદયા ગ્રુપ રાજકોટ દ્વારા ૩૦૦ કિલો ઘંઉના લોટના લાડવા રાજકોટ મહાજનની પાંજરાપોળમાં ગૌમાતાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. લાડવા અર્પણ કરવા માટે દાતા મનીષભાઇ ગુણવંતરાય મહેતા, પરીનભાઇ પારેખ તથા રાજુભાઇ પારેખનો સહકાર મળ્યો હતો.
આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ ભરાડ વિઘા કેન્દ્રના જાણીતા શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. અને તેમણે રૂ ૧ લાખની રકમ રાજકોટ મહાજનની પાંજરાપોળને સ્વ. ચંપાબેન ગીજુભાઇ ભરાડની સ્મૃતિમાં હસ્તે ભરાડ ફાઉન્ડેશન તરફથી અર્પણ કરી હતી તેમજ આ પ્રસંગે નીલ રમેશભાઇ દોમડીયા તથા પૂજા દોમડીયા દોશી હસ્તે રમેશભાઇ દોમડીયા દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળને રૂ પ હજાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આર્શીવચન સાથ ગીજુભાઇ ભરાડે જણાવ્યું હતું કે કોઇપણ સંસ્થા કે સફળ કંપની અથવા સેવાકીય સંસ્થાની એક હકારાત્મક વિચારથી શરુ થાય છે. હકારાત્મક અભિગમ વ્યકિતને સફળતાના શિખરો સુધી લઇ જાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે પણ મોટી ઉમરના વૃઘ્ધને તમે મળે એટલી ખાલી પૂછજો કેમ છે મજામાં ને કાંઇ જરુર છે કે નહીં ઇશ્ર્વર તમારી સાથે ૧૦૦ ટકા સાથે જ છે આટલું જ બોલતા વૃઘ્ધ વ્યકિતનો આત્મવિશ્ર્વાસ ખુબ જ વધી જશે સાથો સાથ જીવદયા ગ્રુપ રાજકોટ તથા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની અબોલ જીવોની અનન્ય સેવાને તેમણે બીરદાવી હતી. તથા તેઓ આ પ્રકારની સેવા પ્રવૃતિઓથી ખુબ જ પ્રભાવિત થયા હતા.
રૂ એક લાખનું અનુદાન રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ વતી શ્રી ઉપેનભાઇ મોદી, મુકેશભાઇ બાટવીયા, ભીખુભાઇ ભરવાડા, પારસભાઇ મોદી, હિતેષભાઇ દોશી, ભરતભાઇ બોરડીયા તથા સંજયભાઇ મહેતા દ્વારા સ્વીકારવામાં આવેલ હતી.
અભારા વિધિ રમેશભાઇ દોમડીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપેનભાઇ મોદી, મુકેશભાઇ બાટવીયા, અરુણભાઇ દોશીના કુશળ માર્ગદર્શન હેઠળ ભીખુભાઇ ભરવાડા, પ્રકાશ મોદી, નીરવ સંઘવી, રમેશ દોમડીયા, દીનેશભાઇ વોરા, હીતેશભાઇ દોશી, ભરત બોરડીયા, રાજુભાઇ મોદી, સમીરભાઇ કામદાર, હીનાબેન સંઘવી, હર્ષદભાઇ મહેતા પરીનભાઇ પારેખ, અલ્કાબેન બોરડીયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com