જૈન શ્રેષ્ઠી રજનીભાઈ બાવીસીનો આજે જન્મ દિવસ છે સફળતમ સેવામય જીવનના 91 વર્ષ પૂર્ણ કરી 92 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે વૈયાવચ્ચ પ્રેમી, વિરાણી બહેરા – મૂંગા શાળા પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ, રાજકોટ સ્થા.જૈન મોટા સંઘ પૂર્વ ટ્રસ્ટી , ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ સંરક્ષક,પી.એમ.ટ્રસ્ટ, જૈનાગમ પ્રચાર – પ્રસાર સમિતિના ટ્રસ્ટી,શાસન પ્રગતિ મુખ પત્ર તંત્રી,કોઠારી ઉપાશ્રય,વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર ટ્રસ્ટી,રામ કૃષ્ણ નગર સંઘ,વૈશાલીનગર સંઘ,ભક્તિ નગર સંઘ,શ્રમજીવી સ્થા.જૈન સંઘ સહિત અનેક સંઘ અને સંસ્થાઓમાં વર્ષોથી મૂકસેવક તરીકે નિષ્કામ – નિ:સ્વાર્થ અને નિષ્ઠા પૂર્વક સેવા આપનાર છેરીલાયન્સના સ્થાપક સ્વ.ધીરુભાઈ અંબાણીને રજનીભાઈ બાવીસી સાથે પારિવારિક સબંધ હતો અને તેઓના ખાસ મિત્ર હતા.ધીરુભાઈ અંબાણી સાથે એડનમાં જેઓએ છ – છ વર્ષ સુધી કામ કર્યું. રજનીભાઈ બાવીસી *માત્ર ગોંડલ સંપ્રદાય જ નહીં પરંતુ સ્થાનકવાસી સમાજના દરેક સંપ્રદાયના પૂ.સાધુ – સંતો સાથે આત્મિયતા ભર્યા સંબંધો ધરાવે છે.*બોટાદ સંપ્રદાય હોય કે બરવાળા ,ગોંડલ સંપ્રદાય હોય કે જ્ઞાન ગચ્છ,અજરામર સંપ્રદાય હોય કે દરિયાપુરી…. રજનીભાઈના નામ અને કામથી કોઈ પરિચિત ન હોય તેવું ન બને.તેઓએ વર્ષો સુધી ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિમાં પણ ” વિવાદ રહિત ” કાબીલેદાદ સેવા આપેલી છે. રજનીભાઈ જીવદયા ક્ષેત્રે પણ અગ્રેસર હોય છે.રજનીભાઈએ તેમના સંતાનોને પણ સેવા – પરોપકારમય જીવનનો સાચો વારસો આપ્યો છે. 91 વર્ષે પણ 21 વર્ષના યુવાન જેવી સ્ફુર્તિનું કારણ પણ આજ રહેલું છે કે પૂર્વેના ભવમાં તથા વર્તમાનમાં જીવદયા તથા ચતુર્વિધ સંઘની કરેલી સેવાનું ફળ રહેલું છેરજનીભાઈ બાવીસી.. .ધીર,ગંભીર અને શાંત પ્રકૃતિના મળવા જેવા સુશ્રાવક છે. 91 વર્ષની ઉંમરે પણ રજનીભાઈ વોટ્સ એપનો બખૂબી ઉપયોગ કરી નવી પેઢી સાથે તાલમાં તાલ મીલાવી યુવા વર્ગને શાસનના કાર્યમાં સહયોગ આપી રહ્યાં છે.રજનીભાઈ જૈન સમાજના ભિષ્મ પિતામહ સમાન છે રજનીભાઈની કોઠાસૂઝ જબરદસ્ત છે.તેઓ અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.આજના મંગલ દિવસે રજનીભાઈ બાવીસી ને મો.ઉપર 93281 30033 ઢગલાબંધ શુભેચ્છા સહ અભિનંદન મળી રહ્યાં છે
મુક બધીર વિદ્યાર્થીઓને માત્ર ધો. 1ર સુધી ભણવાની વ્યવસ્થા છે: રજનીભાઇ બાવીસીની વ્યથા મનો દિવ્યાંગ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં કોલેજ નથી, મનોદિવ્યાંગ બાળકોને ભણતર સાથે જીવન ઘડતરના પાઠ શિખવાડતી વિરાણી – બેરા મુંગા શાળા
રાજકોટ સ્થાનકવસાી જન મોટા સંઘના પૂર્વ ટ્રસ્ટી, વૈયાવચ્ચ પ્રેમી જન શ્રેષ્ઠી વિરાણી બહેરા-મુંગા શાળાના પ્રમુખ રજનીભાઇ બાવીસીનો આજે જન્મદિવસ છે. ઘણા વર્ષો વિરાણી બહેરા – મુંગા શાળાના બાળકોને શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ શીખવાડે છે. આજે રજનીભાઇ બાવીસીએ વ્યથા ઠાલવી છે. કે મુક બધિરોની બહેરા -મુંગા શાળામાં ભણતા બાળકો માટે ધો. 1ર સુધીનો જ અભ્યાસક્રમ છે. તે મનોદિવ્યાંગ બાળકોના આગળના ભણતર માટે સરકાર કોઇ પગલા લેતું નથી. આવા બાળકોના ભવિષ્ય માટે સરકારે પગલા લેવા જોઇએ.વિરાણી બહેરા – મુંગા શાળામાં અભ્યાસ કરતી 40 દિકરીઓને કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જેથી તેઓ કોમ્પ્યુટરના માઘ્યમ રોજગારી મેળવી શકે. અમારી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વિવિધ પ્રવૃતિઓ અને જીવન ઘડતરના પાઠ ભણાવાય છે. વિરાણી બહેરા મુંગા શાળામાં ભણતા તમામ બાળકોને ભણતર સાથે અનેક વિધ વોકેશન કોર્ષ જેમ કે કોમ્પ્યુટર કલાસ, સીલાઇ કામ, ડાન્સ, ગરબા, સ્પોર્ટસ સહીતના અનેક વિધ તાલીમ આપવામાં આવે છે. 30 છોકરીઓને સિલાઇ મશીન આપેલ જેથી તેઓ સ્વનિર્ભર બની શકે અને તેમની રૂચી છે. તેમાં આગળ વધે 30 વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આપેલ છે. જેથી તેઓ તેમાં કામ કરી શકે. અમારી શાળાના ઘણા બાળકો અલગ અલગ જગ્યાએ કાર્ય પણ કરે છે. બહેનો સિલાય, મહેંદી, બ્યુટીપાર્લર સહિતના કાર્ય થકી આત્મનિર્ભર બને છે.
ગુજરાતમાં ધો. 1ર પછી દિવ્યાંગ બાળકો માટે કોલેજ નથી જો આવા દિવ્યાંગ બાળકો માટે જો ઉચ્ચ અભ્યાસની સવલત મળે તો બાળકો ખુબ જ આગળ આવી શકે. તેઓમાં ઘણું ટેલેન્ટ છે જરુરત છે તો તેમને એક દિશા આપવાની અને તેમની પડખે રહેવાની જે અમારી શાળા કરે છે.