ગૌ,ગ્રાસ, સંતોને ભોજન, ગરીબોને દાન કરી નિભાવી પરિવારની પરંપરા: સવારે કુળદેવી મા આશાપુરા માતાજીના આશિષ લીધા
રાજકોટના રાજવી પરિવારના વંશ જ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજના ગુજરાતી તિથી મુજબના જન્મ દિવસની ઉજવણી આજે જેઠ સુદ ચોથના રોજ થઇ હતી. દાદાજી, પિતા અને પરિવાર તરફથી મળેલી સાંસ્કૃતિક વિરાસતના ભાગરુપે એમણે જન્મદિવસ કોઇ ભપકા કે ભવ્યતાથી નહીં પરંતુ ભકિત અને આસ્થાથી કરી હતી.
ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ જન્મદિવસની શરુઆત કુળદેવીમાં આશાપુરાના દર્શન કરીને કરી હતી. પેલેસ રોડ પર આવેલા માતાજીના પ્રાચીન મંદીરે પૂજા કરી માથું ટ.ેકવી એમણે પરિવાર સાથે આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ રાજપરિવાર જેનું જતન કરે છે
એવી ગીર ગાયોને ચારો, ગૌ ગ્રાસ આપ્યો હતો. ગૌ બ્રાહ્ણણ પ્રતિપાલની ક્ષત્રીયની વ્યાખ્યા એમણે સાર્થક કરી હતી.
રાજકોટ રાજય પરિવારનો જયાં સદી જુનો નાતો છે જયની દિવ્યતા સાથે સદગત શ્રી લખાજીરાજ બાપુનું પણ અનુસંધાન છે એવા રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે બપોરે સંતોને ઠાકોરસાહેબ અને એમના પરિવારે ભોજન કરાવવાનો લ્હાવો લીધો હતો. સંતોને પોતાના હસ્તે ભોજન પીરસીને એમના આશિષ લીધા હતા. ત્યારબાદ ગરીબ પરીવારોને પણ ભોજન પીરસાયું હતું.
રાજકોટના રાજ પરિવારે અગાઉ પણ આવી રીતે જન્મદિવસને ફકત પોતાનો ઉત્સવ ન બનાવતા ધર્મકાર્ય થકી જ એની ઉજવણી કરી છે. માધાતાસિંહજી અને મહારાણી શ્રીમતિ કાદમ્બરીદેવી દેવીએ આ કાર્યો સંપન્ન કરી પરિવારની પરંપરા નિભાવી હતી. સંતોએ ઠાકોરસાહેબ અને પરિવારને આશિષ આપ્યાં હતાં.