જશાપરમાં ધીરગુરૂદેવના માંગલિક બાદ ડો.સી.જે.દેસાઇ ગૌશાળાની ઉદ્ઘાટનવિધિ
જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ડો.સી.જે.દેસાઇ અને જશવંતીબેન દેસાઇ નંદકિશોર ગૌશાળાની તાલોદઘાટન વિધિનો જીવદયાપ્રેમીઓએ 5 માં લાભ લીધેલ. આ પ્રસંગે જીવદયા જૈનોની સાચી કુળદેવી છે. જીવદયાથી અભયદાનનો મહાન લાભ મળે છે. તેમ જણાવી ધીરગુરૂદેવના માંગલિક બાદ સમારોહ સંઘપતી ઉર્વિશભાઇ વોરા, સમીરભાઇ શાહ તથા દિનેશભાઇ ખેતાણી, ભાવિકભાઇ શાહ અને શીતલબેન શાહે તાબોદ્ઘાટન કર્યા બાદ તક્તી અનાવરણ વિધિ કરતાં જયનાદ વર્તાયો હતો.
ગૌમાતા વિશ્રાંતિગૃહ સેડનું કુંદનબેન દોશી, મીતાબેન શેઠ, માલિનીબેન સંઘવીએ ઉદ્ઘાટન કરેલ હતું. ગૌમાતા ગમાણનો લાભ ભારતીબેન જગદીશભાઇ મણિયાર હ.જગદીશભાઇ ઝોંસા, પારૂલબેન વોરા અને શ્ર્વેતાબેન શાહ તથા શાંતિ-પ્રભા પરિવારે લઇને ઉત્સાહ વધાર્યો હતો. પાઠશાળાના ભૂલકાઓએ આ મારૂં ગામડું અને પીરામીડની પ્રસ્તૃતિ કરી સહુને ભાવવિભોર બનાવ્યા હતા.