વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિની ધર્મયાત્રાના ધર્માધ્યક્ષ અને ચોટીલા હાઈવે ઉપરના સુપ્રસિઘ્ધ ધર્મસ્થાન આપાગીગાનો ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુએ કૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાવા માટે સૌ ભકતજનોને અનુરોધ કરતા જણાવ્યું છે કે, કૃષ્ણ પાસે નિરામયા, નિર્મળ અને પારદર્શક ચિંતન છે તે ભુતકાળમાં પ્રસ્તુત હતું. આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે. શ્રી કૃષ્ણ પોતે માનવજાતના પાણીદાર પ્રેરક અને પથદર્શક છે અને જન્માષ્ટમીએ કૃષ્ણ ભકિતનો ખુબ જ અનેરો અવસર છે. રાજકોટમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરીત ઉજવણી સમિતિ દ્વારા આશરે ૩ (ત્રણ) દાયકાથી વધુ સમયથી જન્માષ્ટમીના દિવસે દિવ્યાતિ દિવ્ય તેમજ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળે છે. જેમાં જુદા જુદા વિસ્તારોના ભકતો દ્વારા આકર્ષક રીતે સુશોભન કરી અને શહેરની રૂ’ડપ નિખરાવે છે. જે ખરેખર અકલ્પનીય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મને વર્ષો પહેલા જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું સુકાન સંભાળવવાનો મોકો મળેલ અને આ વર્ષે ધર્માધ્યક્ષ તરીકે ભુમિકા નિભાવવાનો અવસર મળ્યો તેને હું મા સૌભાગ્ય સમજું છું. સમગ્ર રાજકોટના પ્રજાજનો ભકિતવાન, રાષ્ટ્રવાન અને ઉત્સવપ્રિય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણીમાં સૌરાષ્ટ્રવાદના રંગથી અને ભકિતના ઉમંગથી ભાગ લ્યે અને તારીખ ૩ સપ્ટેમ્બરને સોમવારના રાજમાર્ગો પર નિકળનારી ભવ્ય શોભાયાત્રામાં તમામ લોકો જોડાય તેવો અનુરોધ કર્યો છે.
Trending
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર
- નલિયા: ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી