રાજકોટ જિલ્લા ભાજપના કાર્યકરો સાથેની બેઠકમાં અપેક્ષીતો સાથે વ્યક્તિગત પરિચય કેળવતા પ્રભારી મંત્રી

રાજકોટ જિલ્લાના સંગઠન પ્રભારી અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓની પરિચય અને શુભેચ્છા બેઠક યોજાઇ હતી. આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, મંત્રી અરવિંદભાઇ રૈયાણી ખાસ ઉ5સ્થિત રહ્યા હતાં. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાએ જણાવ્યું હતું કે સરકાર અને સંગઠનની ભૂમિકા શું છે જેની વિસ્તૃત માહિતી આપી હતી અને રાજકોટ જિલ્લાના સંગઠનાત્મક રચનાની માહિતી આપી હતી તેમજ તાજેતરમાં યોજાયેલ ગ્રામ 5ંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થક સરપંચ, સભ્ય, ભવ્ય વિજય થયો છે.

આ તકે કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શુભેચ્છા બેઠકમાં પ્રારંભમાં અપેક્ષિત એક-એક કાર્યકર્તાઓનો પરિચય મેળવ્યો હતો. આગામી 2022માં યોજાનાર વિધાનસભાની ચુંટણી માટે બુથ, શક્તિ કેન્દ્ર, પેજ સમિતિ સહિત વિવિધ વિભાગો પર ચર્ચા કરી હતી. સમાવિષ્ઠ બુથોમાં વિકાસના કાર્યક્રમો કરવા અને સંગઠન મજબૂત કરવા બુથ સુધીની મીટીંગ યોજવા તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પેજ સમિતિ અભિયાનને વ્યવસ્થિત બનાવી સંગઠન મજબૂત કરી આગામી વિધાનસભાની ચુંટણીમાં મજબૂતાઇથી ભાજપના 182 ઉમેદવારો જંગી લીડથી ચુંટાવા હાંકલ કરી હતી. 2022ની વિધાનસભાની ચુંટણીમાં કાર્યકર્તાઓના આધારે તમામ બેઠકો જીતશે, તેવું જણાવી સંગઠનનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો.

આ તકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોને કારણે ગુજરાતમાં પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભાજપ વિજયની હારમાળા સર્જે છે. જેના યશના ભાગીદાર છે ગુજરાતની પ્રજાએ અવિરત વિકાસને ધ્યાને લઇ તાજેતરની યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા છે. ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતી માને છે.

આ તકે મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ ગુજરાત સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. આગામી તારીખ 31ના રોજ રાજપરાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજવાનો છે. જેમાં ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ભૂમિ પૂજનનો તથા લોકાર્પણના કાર્યક્રમો યોજવામાં આવશે.

આ બેઠકમાં જીલ્લા ભાજપના હોદ્ેદારો, જીલ્લામાં રહેતા પ્રદેશ ભાજપના હોદ્ેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના અપેક્ષિત આગેવાનો હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.