“વાયુ” વાવાઝોડું જલ્દી શાંત પડી જાય, કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય તથા દેશ અને ગુજરાત રાજ્યની સર્વાંગી ઉન્નતિની પ્રાર્થના કરી હતી.
અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવી. અને કહ્યું હતું કે દેવાધિદેવ સોમનાથ દાદાના આશીર્વાદ આપણા સૌ ઉપર હરહંમેશ વરસતા રહે તેમજ ગુજરાત પર આવી રહેલ કુદરતી આપદા “વાયુ” વાવાઝોડું જલ્દી શાંત પડી જાય, કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય તથા દેશ અને ગુજરાત રાજ્યની સર્વાંગી ઉન્નતિની પ્રાર્થના કરી હતી.
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે વાવઝોડાને લઈ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. વાવોઝોડુ નીકળી જાય અને નુકશાન ન થાય અથવા ઓછામાં ઓછું નુકશાન થાય તેવી મહાદેવને પ્રાર્થના કરી છે. જ્ંયા સુધી સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કશુ કહેવું વહેલું છે.
હાલ સરકાર અને વિજયભાઈ સાથે સતત સંપર્કમાં છીએ, પળ પળેની માહિતી આપવામાં આવી રહી છે. જે કંઈ સૂચના આવે છે તેનું પાલન કરીએ છીએ. જ્યાં મુશ્કેલી હશે ત્યા દોડી જશું. હાલ કશું કહેવું વહેલું છે. ખોટો મેસજ જશે તો દરિયાખેડુ વળી દરિયે જશે. હાલ સરકાર જ જાહેરાત કરશે.