નરેન્દ્રભાઈ મોદી ‘રાષ્ટ્રહિત સર્વોપરિ’ની નેમ સાથે વોટબેંકની પરવાહ કર્યા વિના દેશહિત

માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો કરી રહ્યા છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીએ નાગરિકતા સંશોધન બિલ સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં બહુમતી સાથે પસાર થવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘રાષ્ટ્રહિત સર્વોપરિ’ની નેમ સાથે વોટબેંકની પરવાહ કર્યા સિવાય દેશહિતના એક પછી એક ઐતિહાસિક નિર્ણયો કરી રહ્યા છે.

વાઘણીએ જણાવ્યું હતું કે , કોંગ્રેસની સરકારોએ શારણાર્થીઓ સામે ક્યારેય જોયું નથી, તેમના ઉત્થાન માટે કાંઈ પગલાં ભર્યા નથી, તેમને હક અને અધિકાર અપાવવા માટે કોઈ જ પ્રકારની કવાયત કરી નથી, ફક્ત અને ફક્ત વોટબેન્કની રાજનીતિ કરીને પોતાનો રાજકીય સ્વાર્થ સંતોષ્યો છે.નાગરિકતા સંશોધન બિલ થકી શારણાર્થીઓને ઓળખ, હક, અધિકારો આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સાચા અર્થમાં સન્માન સાથે સૌ શારણાર્થીઓનો સ્વીકાર કર્યો છે.

૧૯૯૫થી સતત ગુજરાતની જનતાએ ભાજપાને આશીર્વાદ આપી રાજ્યનું સુકાન સોંપ્યું છે, ભાજપાની સરકારોએ પણ સાતત્યપૂર્ણ રીતે રાજ્યના સુખ-શાંતિ-સલામતી-સુખાકારી માટે  અવિરતપણે પરિશ્રમ કરી ગુજરાતને સર્વાંગી વિકાસના પથે અગ્રેસર બનાવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સફળતાનાં નવા શિખરો સર કરી રહ્યું છે.

7537d2f3 10

વાઘાણીએ ત્રિદિવસીય વિધાનસભા સત્રમાં જનહિત માટેના અનેક પરિણામલક્ષી નિર્ણયો કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતાં.

વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, દરરોજ હજારો પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત કરવા માટે આવે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટુરીઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  સ્થાનિક પ્રજાના હિતોને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ થકી પ્રવાસનની વિશાળ તકો ધરાવતા આ સ્થળે રોજગારી સર્જન માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.  કોંગ્રેસનું વલણ હંમેશા નર્મદા વિરોધી અને સરદાર વિરોધી રહ્યું છે ત્યારે અગાઉ નર્મદા બંધનો વિરોધ કરનારી, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગાર કેહનારી કોંગ્રેસ નકારાત્મકતા ફેલાવવાનું બંધ કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.