બે લગ્ન કરનાર શિક્ષકને બીજી પત્ની અને સાળા તરફથી છુટાછેડાની માંગ સાથે ત્રાસ આપતા હોવાથી ભર્યુ પગલું
રાજકોટના રજપુતપરા વિસ્તારમાં આવેલી હોટલ સીટી ઇનના રુમ નં. ૩૦૨ માં કોઇ યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યાનું પોલીસને જાણ થતાં પોલીસનો કાંફલો હોટલ પર પહોચ્યો હતો પોલીસ તપાસ કરતા જેતપુરના વેકરિયાનગરમાં રહેતા અને જેતપુર નજીક દેરડી ગામે પ્રાથમીક શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઇ હરસુખભાઇ વડોદરીયા નામનો ૩૦ વર્ષનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બે ભાઇઓમાં ધર્મેશ મોટો ભાઇ હતો તથા નાનો ભાઇ દિવ્યેશ જામનગર રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે તે પત્ની પાયલબેન સાથે અલગ રહે છે. પિતાનું કેટલા સમય પહેલા અવસાન થયેલ છે.. જયારે માતા અમદાવાદ અલગ રહે છે.ધર્મેશભાઇના બે લગ્ન જીવનમાં પ્રથમ પત્ની તરીકે નેહાબેન સાથે લગ્ય થયા હતા. જેમાં ફળસ્વરુપે પુત્ર પ્રથમ (ઉ.વ.૯) ની પ્રાપ્તી થઇ હતી.
ત્યારબાદ પોતાની સાથે નોકરી કરતી સંગીતાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. બાદ સાળા પત્નીના ત્રાસથી આ પગલું ભર્યુ લીધાનું પ્રાથમીક તપાસ બહાર આવ્યું છે.