બાળકોને મનોરંજન પૂરૂ પાડતુ ગાર્ડન સુવ્યવસ્થિત કરાવવા જેતપૂર શહેર અને આજુબાજુ ગામના બાળકોનીમાંગ.
જેતપુર શહેરના આશરે દોઢ લાખની વસ્તી ઉપરાંત તાલુકાના ૪૭ ગામો વચ્ચે એકમાત્ર એમ.જી.રોડ ઉપર આવેલ સરદાર પાર્ક ગાર્ડન ખુદ માંદગીના બીછાને હોય તેવું લાગી રહ્યું છે, બગીચામાં જવાનું નામ સાંભળવાથી જ બાળકો પોતાની તમામ રમતો છોડી માત્ર આનંદની પળો મનાવવા જવા ઇચ્છુક બની જતાં હોય છે.
જ્યારે હાલ બાળકોને પોતાના અભ્યાસના ભારમાંથી મુતક્ત મળી હોય ત્યારે અમુક સંતાનો પોતાના મામાને ઘરે તો ધનવાન સંતાનો હીલ સ્ટેશન ઉપર વેકેશનની મજા માળવા જતાં રહે છે.
જ્યારે મધ્યમ વર્ગીય લોકોના સંતાનો વેકેશન શરૂ થતાં જ બપોર સુધી શેરી-ગલીઓમાં ક્રિકેટની મજા અને સાંજ પડે ત્યાં બગીચામાં જવાની જીદ શરૂ થતી હોય છે. પરંતુ બાળકો અહીં બગીચામાં આવે ત્યાં તો ઘરે રમતા હતા તે જ સારા હતા!! તેવો આભાશ કરી ટાણું કાઢી પાછા ફરે છે.
કારણ એ કે, બગીચામાં હીંચકા તુટેલા, લપસીયામાં ચડવા પગથીયા તુટેલા, ચકરડી જમીનને બદલે દીવાલ સાથે ઉભેલી, જુલા જમીનદોસ, ઉચક-નીચકમાં સીટો નથી, સોલાર લાઇટ આડી સુઇ ગઇ આવું જાતા જ બાળકોના મન પ્રફુલ્લીત થવાને બદલે નાદુસ્ત થઇ જાય છે. જ્યારે ગાર્ડનના ફાઉન્ટેનની વાત કરીએ તો કેટલાય વર્ષોથી માત્રના શોભાના ગાઠીયા સમાન ભુંગળીઓ જ દશ્યમાન થાય છે.
આ ઉપરાંત વૃક્ષો વાવો વરસાદ લાવોના સુત્રને અહીં ઉધુ સાબીત થતું જાવા મળી રહ્યું છે, નાના-નાના છોડને વાવી ઉપર મસમોટા પીંજરા બનાવી વૃક્ષ ઉછેર માટે માવજત કરવા વાળુ કોઇ રહ્યું નથી તેને કારણે છોડ ઉછરે તે પહેલા જ બળીને માત્ર લાકડીઓ બની જાય છે અને છોડની માથે લટકતું પીંજરૂ જ નીહાળી શકાય છે.
આવા વેરાન જંગલ બની ગયેલ ગાર્ડનમાં બાળકો તો મોજ કરી શકતા નથી, પરંતુ સાંજના સમયે પડ્યા પાર્થયા રહેતા દારૂ પીધેલ નશાધારીઓ પોતાનો અડીંગો જમાવી બેઠા રહી પોતાની દુનીયાની મોજમાં રહેતા નજરે પડે છે અને ગાર્ડનમાં સીક્યુરીટી ન હોવાથી ગાર્ડન જ પોતાનો આલીસાન મહેલ સમજી સુતા રહી આનંદની પળો માળી રહેતા નજરે ચડે છે, છતાં તંત્ર પણ આવા લુખ્ખાઓથી ડરતા હોય તેમ જાવે છતાં તેમને ગાર્ડનમાંથી બહાર કાઢવાની જરાય તસ્દી લેતા નથી.
જેતપુર-નવાગઢ નગરપાલીકાના સતાધીશો બાળકોના વેકેશનની મોજ પુરતા કુંભકર્ણની ઉંઘમાંથી જાગી બાળકોને મનોરંજન પુરૂ પાડતો ગાર્ડન સુવ્યવતસ્થત કરાવે તેવી જેતપુર શહેર તથા આજુબાજુના તમામ ગ્રામ્યવાસીઓના બાળકોની માંગ ઉઠી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,